મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 ઑગસ્ટ 2018 (13:19 IST)

હાર્દિકના ઉપવાસને કોંગ્રેસનો ટેકો, પાંચ શહેરોમાં 144મી કલમ લાગુ

પાસ આગેવાન હાર્દિક પટેલ અનામતની માંગણી માટે આજથી આમરણાંત ઉપવાસ શરુ કરે તે પેહલા પાંચ શહેરોમાં 144મી કલમ પોલીસે લાગુ કરી છે. જેમાં અમરેલી, જુનાગઢ, જામનગર, રાજકોટ,અમદાવાદનો સમાવેશ થાય છે.અમદાવાદમાં તો પોલીસની રજાઓ પણ કેન્સલ કરી દેવામાં આવી છે.હાર્દિક પટેલના ઘર અને આસપાસના વિસ્તારોમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.એવુ લાગે છે કે સમર્થકો કરતા પોલીસની સંખ્યા વધારે છે. બીજી તરફ હાર્દિકના ઉપવાસ આંદોલનને કોંગ્રેસે ટેકો આપ્યો છે.કોંગ્રેસના ધારાસભ્યો હાર્દિકના ઘરે પહોંચ્યા છે.આ પહેલા પણ કોંગ્રેસના 21 ધારાસભ્યોએ સરકારને ઉપવાસ આંદોલન માટે જગ્યા ફાળવવા રજૂઆત કરી હતી. સરકારે ઉપવાસ આંદોલન માટે મંજૂરી નહી આપી હોવાથી હાર્દિક પોતાના ઘરેથી જ ઉપવાસ કરવાનો છે