ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (19:03 IST)

ગુજરાતમાં ફરી અતિભારે વરસાદના દિવસો શરૂ - . હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં ફરી અતિભારે વરસાદના દિવસો શરૂ થવા જઈ રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે રાજ્યમાં ફરી ભારેથી અતિભારે વરસાદ પડશે. તાજેતરમાં જ પડેલા વરસાદે ખેડૂતોના મૂરઝાતા પાકને જીવતદાન આવ્યું છે. જો ફરી સારો વરસાદ પડે તો વધારે રાહત થઈ શકે છે.
 
રાજ્યમાં હજુ ૫ દિવસ વરસાદ પડવાની આગાહી. હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. ૨૪ કલાકમાં રાજ્યના ૨૨૬ તાલુકાઓમાં  વરસાદ. સૌથી વધુ સુત્રાપાડામાં પડ્યો વરસાદ. ઉપરવાસમાં સારો વરસાદ પડતાં ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે. 
 
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે બંગાળની ખાડી પર આગામી ૧૭ ઓગસ્ટ સુધીમાં લો પ્રેશર સર્જાઇ રહ્યું છે. જે હવે પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. જેના પગલે ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું પુનઃ આગમન થઇ શકે છે. હવામાન વિભાગના મતે ગુરુવારે નર્મદા-ડાંગ-નવસારી-વલસાડ-તાપી-દમણમાં ભારે,અમદાવાદ-ગાંધીનગર-મહીસાગર-આણંદ-સાબરકાંઠા-અરવલ્લી-દાહોદ-પંચમહાલ-ખેડામાં મધ્યમ, શુક્રવારે ડાંગ-નવસારી-વલસાડ-તાપી-દમણમાં ભારે, અમદાવાદ-ગાંધીનગર-મહીસાગર-સાબરકાંઠા-અરવલ્લીમાં મધ્યમ જ્યારે શનિવારે ભરૃચ-સુરત-વલસાડ-તાપીમાં ભારે, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લામાં મધ્યમ વરસાદ પડશે. કેટલાક જિલ્લામાં આગામી ગુરુવારથી શનિવાર ૪૧થી ૬૧ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન પણ ફૂંકાઇ શકે છે. ગુજરાતના જે જિલ્લામાં વરસાદની ૫૦%થી વધુ ઘટ છે તેમાં  અમદાવાદ-અરવલ્લી-બનાસકાંઠા-દાહોદ-ગાંધીનગર-ખેડા-મહીસાગર-પંચમહાલ-સાબરકાંઠા-તાપી-વડોદરા-ગીર સોમનાથ-જુનાગઢ-કચ્છ-સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. રાજ્યમાં ગત વર્ષે ૧૬ ઓગસ્ટ સુધી ૨૫.૨૬ ઈંચ સાથે મોસમનો ૭૭% વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. જેની સરખામણીએ આ વખતે ગત વર્ષ કરતાં અડધાથી પણ ઓછો ૩૭% વરસાદ નોંધાયો છે. ગત વર્ષે ૩૯ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ હતો. જ્યારે આ વર્ષે ૫ તાલુકા જ એવા છે જ્યાં ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અત્યારસુધી કચ્છમાં ૫.૫૧ ઈંચ સીન્જ ૩૧.૭૩%, ઉત્તર ગુજરાતમાં ૮.૮૧ ઈંચ સાથે ૩૧.૨૩%, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૧.૦૬ ઈંચ સાથે મોસમનો ૩૪.૯૦%, સૌરાષ્ટ્રમાં ૯.૪૦ ઈંચ સાથે મોસમનો ૩૪.૧૧% અને દક્ષિણ ગુજરાતમાં ૨૪.૧૭ ઈંચ સાથે મોસમનો ૪૨.૦૧% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.