ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 20 ઑગસ્ટ 2019 (16:48 IST)

અમદાવાદ સહિત ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં સાયક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમની અસરને કારણે આગામી 5 દિવસ છૂટો છવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જામનગર, દ્રારકા, ભાવનગર, અમરેલીની સાથે સાથે રાજકોટ અને ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધી ગુજરાતમાં 89 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. મહત્વનું છે કે અમદાવાદમાં છેલ્લા બે ત્રણ દિવસથી બફારો લાગી અનુભવાઇ રહ્યો છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ છે તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં આ વર્ષે સરેરાશ 89 ટકા સારો વરસાદ નોંધાયો છે. રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 34 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 40 જળાશયો છલકાયા છે. 30 જળાશયો 70 થી 100 ટકા તેમજ 30 જળાશયો 50 થી 70 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના 78.02 ટકા ભરાયું છે. અત્યારસુધીમાં રાજયમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 101.42 ટકા વરસાદ થયો છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે.