ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 માર્ચ 2022 (14:03 IST)

ગુજરાતના પ્રવાસે 'શાહ- ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે ગુજરાતની મુલાકાતે

દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે ગુજરાતની મુલાકાતે આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોંચશે
 
અમિત શાહ 26 માર્ચે સવારે ૯:૩૦ કલાકે સોલા સિવિલ હોસ્પિટલમાં હાજરી આપશે..જયાં સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કોલેજનો પ્રારંભ કરશે સાથો સાથ ગરીબ અને જરૂરિયાતમંદો માટે ભોજન વ્યવસ્થાની અલગ વ્યવસ્થાનો શુભારંભ કરવામાં આવશે. ત્યારબાદ અમિતશાહ સવારે 10:30 વાગ્યે કલોલ પહોંચશે…અને કલોલના મોટી ભોંયણ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે વિવિધ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.