શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 17 ઑગસ્ટ 2021 (13:05 IST)

ICC T20 WC: IND vs PAK મેચ 24 ઓક્ટોબરને શારજાહમાં કોઈ મેચ નહી રમશે ભારત

24 ઓક્ટોબરે ભારતનો પાકિસ્તાન સામે મુકાબલો
31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે ભારતની ટક્કર
ત્રીજી નવેમ્બરે અફઘાનિસ્તાન સામે મેચ
17 ઓક્ટોબરથી 14 નવેમ્બર વચ્ચે T-20 વર્લ્ડકપ
ઓમાન અને યૂએઈમાં રમાશે વર્લ્ડકપ.
 
ઈંટરનેશનલ ક્રિકેટ કાઉંસિલએ મંગળવારે આ વર્ષ થનાર ટી-20 વર્લ્ડ કપનો ફુલ શેડયુલ રજૂ કરાયુ છે. આઈસીસીની આ જાહેરાતની સાથે જ ભારતીય ફેંસની આ વાતમાં ઉત્સુકતા વધી ગઈ છે કે ટીમનો ચિર-પ્રતિદ્બંદી પાકિસ્તાનની સાથે મેચ ક્યારે થશે. તમને જણાવીએ કે આ હાઈ વોલ્ટેજ મુકાબલો 24 ઓક્ટોબરને રમાશે. આ વાતની જાહેરાત પહેલા જ થઈ ગઈ હતી. કે બન્ને ટીમએ આ ટૂર્નામેંટમાં સામ-સામે થશે પણ ત્યારે તારીખની જાહેરાત નથી થઈ હતી. 
 
ICC એ રજૂ કર્યુ ટી-20 વર્લ્ડ કપનો આખુ શેડયૂલ જાણો ભારત કયારે-કયારે રમશે મેચ 
જણાવીએ કે આઈસીસી પહેલા જ 17 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી ઓમાન અને સંયુક્ત અરબ અમીરાતમાં બીસીસીઆઈ દ્વારા આયોજીત થતા આ વર્લ્ડ કપના ગ્રુપોની જાહેર્રાત કરી છે. ભારત અને પાકિસ્તાનને સુપર 12ના ગ્રુપ-2માં રખાયુ છે. તેની સાથે આ ગ્રુપમાં અફગાનિસ્તાન અને ન્યુઝીલેંડ પણ છે. સુપર 12ના ગ્રુપ સ્ટેજમાં ભારતને 5 મેચ રમવાના છે જેમાંથી 4 મુકાબલા દુબઈમાં રમાશે જ્યારે 1 મેચ અબુધાવીમાં હશે. એટલે કે આ સમયે નક્કી છે કે ભારત શારજાહમાં કોઈ મેચ નથી રમાશે.