શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 નવેમ્બર 2023 (23:54 IST)

TRB જવાનો માટે મહત્વનો નિર્ણય

TRB jawans Protest
તાજેતરમાં જ ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાંથી 6400 ટ્રાફિક બ્રિગેડ જવાનોને છૂટા કરવાનો નિર્ણય કરવામાંઆવ્યો હતો. જેનો પરિપત્ર 18 નવેમ્બરે જાહેર થઈ કરાયો હતો. જે મુજબ 10 વર્ષ કરતા વધુ સમય ફરજ બજાવી હોય તેવા TRBને 30 નવેમ્બર સુધી ફરજ મુક્ત કરવા, 05 વર્ષ સુધી ફરજ બજાવી હોય તેને 31 ડિસેમ્બર સુધી મુક્ત કરવા અને જેને 03 વર્ષ પૂર્ણ થયેલા હોય તેને 31 માર્ચ 2024 સુધીમાં ફરજ મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને લઈને સમગ્ર રાજ્યમાં TRB જવાનોએ વિરોધ દર્શાવ્યો હતો. ત્યાર બાદ આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ સાંજ સુધીમાં સારા સમાચાર મળશે એવું કહીને આ નિર્ણયને મોકૂફ રાખવાના સંકેતો આપ્યા હતાં.

તાજેતરમાં જ ગુજરાતમાં ફરજ બજાવતા 9 હજાર TRB જવાનોમાંથી 6400 જવાનોને માર્ચ 2024 સુધીમાં ફરજમુક્ત કરવાનો નિર્ણય રાજ્યના પોલીસ વડા દ્વારા લેવાયો હતો.ત્યારે આ નિર્ણયને લઈને સમગ્ર રાજ્યમાં વિરોધ શરૂ થતાં આખરે સરકારે ઝૂકવું પડ્યું છે. પોલીસવડાની કચેરીમાંથી ફરીવાર એક પરિપત્ર કરીને જણાવાયું છે કે, TRB જવાનોને છુટા કરવા લેવાયેલ હૂકમની ફેરવિચારણા કરીને આ સંદર્ભિત હૂકમની અમલવારી મોકૂફ રાખવામાં આવી છે.

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. આ બેઠકમાં TRB જવાનને છૂટા કરવાના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. હાલ TRB જવાનોને ફરજ પરથી મોકૂફ કરવાનો નિર્ણય મુલતવી રખાયો છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તથા કે કૈલાશનાથન પણ આ બેઠકમાં હજાર રહયા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વર્ચ્યુઅલી આ બેઠકમાં જોડાયા હતા. જેમાં એચએએલ પૂરતો આ અંગે નિર્ણય મોકૂફ રખાયો છે.