શનિવાર, 26 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 જાન્યુઆરી 2017 (17:25 IST)

ગુજરાતના સીએમ કોણ બનશે ? કોઈ રીપીટ નહીં થાયની ચર્ચાઓથી નેતાઓમાં ગભરાટ

આગામી સમયમાં ગુજરાત વિઘાનસભાની ચૂંટણીને લઈને ભાજપમાં આંતરિક સમીકરણો બહુ ઝડપથી બદલાઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં નિયત સમયને હજી ખાસ્સી વાર હોવા છતાં ગુજરાત ભાજપની ટોચની નેતાગીરીને વહેલી ચૂંટણી યોજાઈ શકે તેવો સંદેશો ભાજપ હાઈકમાન્ડ તરફથી મળી ગયો છે તેની સાથે ગુજરાત ભાજપમાં મોટા ફેરફારની શક્યતા જોવામાં આવી રહી હોવાનું ભાજપના ટોચના નેતાએ જણાવ્યુ છે. નેતાઓએ ખાનગી ચર્ચામાં એવું પણ કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઉનાળાના વેકેશન દરમિયાન લગભગ નક્કી થઇ છે. માર્ચ થી મે 2017નાં મહિના વચ્ચે ચૂંટણી થાય તેના માટે ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે.

બીજી તરફ હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકે રીપીટ કરવાના મુડમાં ભાજપની નેતાગીરી નથી  કારણ કે તેઓ મુખ્યમંત્રી તરીકે અપેક્ષીત પરિણામ આપી શક્યા નથી. તેના કારણે ભાજપે નવા મુખ્યમંત્રી તરીકે નવા ચહેરાની શોધ શરૂ કરી છે.  આ ઉપરાંત 2017ની ચૂંટણીમાં અમીત શાહ ઝંપલાવશે નહીં, તેના બદલે તેઓ પોતાની નારણપુરા બેઠક ખાલી કરી, તેમના સ્થાને શંકર ચૌધરીને નારણપુરા બેઠક ઉપર મુકવામાં આવશે. 

તેવી જ રીતે નાયબ મુખ્યમંત્રી સાબરમતી બેઠક ઉપરથી ચૂંટણી લડશે. જ્યારે આનંદીબહેન પટેલ પણ  વિધાનસભાને અલવીદા કરશે અને તેમની ઘાટલોડીયા બેઠક ઉપર અનાર પટેલને ટીકીટ આપવાનું લગભગ નક્કી છે. અમીત શાહના પુત્ર જય શાહને પણ એક તબ્બકે વિધાનસભામાં લાવવાની વિચારણા હતી,  અમીત શાહ આગામી 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં હાલમાં અડવાણી જ્યાંથી ચુટણી લડી રહ્યાં છે તે ગાંધીનગરની બેઠક ઉપરથી ચૂંટણી લડી ભાજપને કેન્દ્રમાં ફરી સત્તા મળે તો મંત્રીમંડળમાં ગૃહ વિભાગનો હવાલો સંભાલી શકે છે. જ્યારે આનંદીબહેન પટેલે આવનાર સમયમાં રાજયપાલ પદ અથવા મેં મહિનામાં ખાલી પડી રહેલી ઉપરાષ્ટ્રપતિ પદ સોંપવામાં આવે તેવી પણ સંભાવના છે. આમ ગુજરાત ભાજપમાં અનપેક્ષીત ફેરફારના એંધાણ મળી રહ્યા છે