ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 31 મે 2023 (14:07 IST)

દાહોદમાં દીપડાએ ગળા પર બચકું ભરતાં વૃદ્ધાનું મોત, રાત્રિના સમયે દીપડાની દહેશતથી લોકમાં ભય

રાત્રિના સમયે દીપડાએ હૂમલો કરતાં લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો
છેલ્લા ત્રણ દિવસમાં ઘાટવડ, રોનાજ અને વાલાદરમાં ત્રણ દીપડા પાંજરે પુરાયા છે
 
અમદાવાદઃ ગુજરાતમાં જંગલી જાનવરોના માનવો પર થતા હૂમલા વધી રહ્યાં છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે.ત્યારે કોડીનારના વાડી વિસ્તારમાં રહેતી વૃદ્ધા પર દીપડાએ હૂમલો કર્યો હતો. તે પહેલાં વાલાદર ગામે પણ એક વૃદ્ધા પર દીપડાએ હૂમલો કર્યાની ઘટનાઓ સામે આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં ઘાટવડ, રોનાજ અને વાલાદરમાં ત્રણ દીપડા પાંજરે પુરાયા છે. આજે દાહોદના ગરબાડા ખાતે એક વૃદ્ધા પર દીપડાએ હૂમલો કર્યો હતો. વૃદ્ધાના ગાળાના ભાગે દીપડાએ બચકું ભરી લેતા વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. રાત્રિના સમયે દીપડાએ હૂમલો કરતાં લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. વન વિભાગે દીપડાને શોધી કાઢવા માટે એક ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. 
 
અમરેલીમાં માનવભક્ષી દીપડાનો આતંક
બે દિવસ પહેલાં જ અમરેલીમાં જાફરાબાદના સરોવડા ગામે 67 વર્ષની વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો હતો. જેમાં વૃદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમનું મોત નિપજ્યું હતું. તો દીપડાના હુમલાની ખબર મળતા જ વનવિભાગ હરકતમાં આવ્યું હતું અને દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી હતી. શહેરી વિસ્તારમાં ખાંભાના આશ્રમ પરા ખાતે દીપડાએ વાછરડીનો શિકાર કર્યો હતો. શિકાર કરીને દીપડો વાછરડીને ઢસેડી જતો હોય તે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. 
 
ભેસાણમાં દીપડાએ કર્યો 4 લોકો પર હુમલો
જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય અને વાડી વિસ્તારમાં દીપડાઓના બનાવો દિવસેને દિવસે વધતા જાય છે. ત્યારે હિંસક પ્રાણીઓને લઈ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે ત્યારે થોડા દિવસો પહેલા જ વિસાવદરના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ બે લોકો પર હુમલો કરતા ગંભીર ઇજાઓ થઈ હતી. ત્રણ દિવસ પહેલાં જ ભેસાણ તાલુકાના મેંદપરા ગામના વાડી વિસ્તારમાં કામ કરતા.મિતેશભાઇ ખીચડીયા,મિહિરભાઈ ખીચડીયા,ચંદ્રેશભાઇ ખીચડીયા,જગાભાઈ ગુજરાતી પર દીપડાએ જીવલેણ હુમલો કરતા લોકોમાં ભય ફેલાયો છે