મંગળવાર, 25 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 14 સપ્ટેમ્બર 2022 (12:39 IST)

માસાએ ભાણીનું માથુ ધડથી અલગ કર્યુ

dahod news
દાહોદ જિલ્લામાં માનવ સંબંધોને શર્મશાર કરતાં બનાવે પંથકમાં ચકચાર મચાવી છે. જંગલમાંથી ત્રણ દિવસ પહેલાં એક 20 વર્ષીય યુવતીનું ધડથી માથું અલગ કરાયેલી લાશ મળી આવી હતી. રૂંવાડાં ઊભાં કરી દેતી આ ઘટનામાં યુવતીની તેના જ માસાએ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.   
 
પ્રેમસંબંધમાં માસાએ ભાણીને મોતને ઘાટ ઉતારી હતી. હત્યાના એક દિવસ બાદ જેલમાં આરોપી માસાએ પણ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. જંગલમાંથી ત્રણ દિવસ પહેલાં એક 20 વર્ષીય યુવતીનું ધડથી માથું અલગ કરાયેલી લાશ મળી આવી હતી.
 
છોકરી 10 ધોરણ ભણેલી હતી. અને મજૂરી કામ કરતી હતી. આખુ ઘરનો ગુજરાત પણ એ જ હેંડલ કરતી હતી. આ વર્ષે તેના લગ્ન થવાના હતા.