શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 12 સપ્ટેમ્બર 2022 (13:56 IST)

રાજસ્થાનની સગીરાનું અપહરણ કરીને 24 દિવસ સુધી અમદાવાદ ગોંધી રખાઈ

crime
રાજસ્થાનના સજ્જનગઢ વિસ્તારમાં ધોરણ 11માં ભણતી એક વિદ્યાર્થિનીનું અપહરણ કરી અપહરણકારોએ તેને અમદાવાદમાં ગોંધી રાખી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને વિદ્યાર્થીનીને શોધવા તજવીજ હાથ ધરી છે.

સજજનગઢના મછરાસાથ વિસ્તારમાં રહેતા પરિવારે પોલીસમાં કરેલી ફરિયાદ અનુસાર ગત 18 ઓગસ્ટે તેમની ધોરણ 11માં અભ્યાસ કરતી દીકરી તેના મામાના ઘરે નાલાપાડા ખાતે ગઈ હતી ત્યારથી પાછા ફરતી વખતે તેને મૂલ જૈસાપાડા, દાહોદના અને હાલમાં અમદાવાદમાં નારોલમાં રહેતા જિતુ મકવાણા, વીરસિંગ, દિનેશ છગન અને અન્ય એક વ્યકિતએ તેમની દીકરીનંુ અપહરણ કર્યું હતું.પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, અપહરણકારોએ તેમની દીકરીનું અપહરણ કરી તેને અમદાવાદના ઘરમાં એક રૂમમાં ગોંધી રાખી છે. પરિવારે દીકરીની સાથે અજુગતું બનવાની આશંકા સાથે તેને શોધવા માટે પોલીસમાં ફરિયાદ કરી છે.