રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 13 સપ્ટેમ્બર 2022 (19:05 IST)

સુરતમાં બુટલેગરો બેફામ, નજીવી બાબતે ચાકુથી હુમલો

crime
સુરતમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેવું ફલિત થઈ રહ્યું છે. નજીવાં કારણોમાં હુમલાઓ, મારામારી, હત્યા જેવી ઘટનાઓ રોજેરોજ સામે આવી રહી છે. આવી જ ઘટના સુરતમાં વરાછા વિસ્તાર ખાતે બનવા પામી હતી. વરાછાના પટેલ નગર વિસ્તારમાં ગત 9 સપ્ટેમ્બરના મોડી રાત્રિના ચા પીવા ગયેલા એક યુવક પર ચાર જેટલા અજાણ્યા યુવકોએ હુમલો કરી માર માર્યો હતો. વિશાલ પટેલ નામના યુવક પર નજીવી બાબતને લઈ અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો.
 
આ ઘટનાને લઈને વરાછા પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ચપ્પુથી હુમલામાં વોન્ટેડ બૂટલેગર અને તેના સાગરીતો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ઘટનાના ચાર દિવસ બાદ સીસીટીવી સામે આવ્યા છે અને પોલીસે સીસીટીવી આધારે બેની ધરપકડ કરી છે.નજીવી બાબતને લઈ હુમલોસુરતમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેવું ફલિત થઈ રહ્યું છે. નજીવા કારણોમાં હુમલાઓ, મારામારી, હત્યા જેવી ઘટનાઓ રોજેરોજ સામે આવી રહી છે. આવી જ ઘટના સુરતમાં વરાછા વિસ્તાર ખાતે બનવા પામી હતી. વરાછાના પટેલ નગર વિસ્તારમાં ગત 9 સપ્ટેમ્બરના મોડી રાત્રિના ચા પીવા ગયેલા એક યુવક પર ચાર જેટલા અજાણ્યા યુવકોએ હુમલો કરી માર માર્યો હતો. વિશાલ પટેલ નામના યુવક પર નજીવી બાબતને લઈ અજાણ્યા ઈસમો હુમલો કર્યો હતો