સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By વૃષિકા ભાવસાર|
Last Updated : શુક્રવાર, 7 ઑક્ટોબર 2022 (12:46 IST)

AAP CM Gujarat Visit - અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન વડોદરા, દાહોદ, વલસાડ, બારડોલી ખાતે જનસભાને સંબોધશે

kejriwal
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ આમ આદમી પાર્ટી ગુજરાતમાં દમદાર મહેનત કરી રહી છે. દર મહિને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે હવે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સાથે અરવિંદ કેજરીવાલ આવતીકાલે 8 અને 9 ઓક્ટોબર એમ બે દિવસ ગુજરાત આવશે.

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન વડોદરા, દાહોદ, વલસાડ, બારડોલી ખાતે જનસભાને સંબોધિત કરશે. ઓક્ટોબર મહિનામાં બીજી વખત અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત આવી રહ્યાં છે. 8 અને 9 ઓક્ટોબરના રોજ તેઓ હવે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની મુલાકાત લેવાના છે. આમ આદમી પાર્ટીનું BTP સાથે ગઠબંધન તૂટ્યા બાદ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પહેલીવાર દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં જનસભા યોજવા જઈ રહ્યા છે. 1 અને 2 ઓક્ટોમ્બરે ગાંધીધામ, જુનાગઢ, ખેડબ્રહ્મા , સુરેન્દ્રનગર જનસભાને સંબોધિત કરી હતી. જેમાં ખેડબ્રહ્મામાં મોટી સંખ્યામાં લોકો જનસભામાં ઉપસ્થિત રહ્યા હતા.ગત અઠવાડિયે સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ઉન્ડવા પાસે ખુલ્લા મેદાનમાં આપની સભા યોજાઈ હતી. વિશાળ જનમેદનીને આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીએ ભગવંત માને સંબોધન કર્યું હતું. તેઓ કોંગ્રેસ-ભાજપને આડે હાથ લઈને વરસ્યા હતા, તો કેજરીવાલે ગુજરાતીમાં પણ ભાષણ કર્યું હતું અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી વિધાનસભામાં આપની સરકાર બનશે. ડિસેમ્બરમાં સરકાર બનશે.

સભામાં કેજરીવાલે ગુજરાતીમાં કેમ છો કહીને સંબોધનની શરૂઆત કરી હતી. આ સાથે જ ગુજરાતમાં કેજરીવાલે ગુજરાતીમાં કહ્યું હતું કે, હવે તમારો ભાઈ આવ્યો છે, કોઈને ચિંતા કરવાની જરૂર નથી. રિક્ષા વાળાને ધમકાવ્યો, એણે કોઈ ભૂલ કરી હતી. સભામાં સંબોધનની શરૂઆત કેજરીવાલે કેમ છો કહીને કરી હતી. જ્યારે અંતમાં કેજરીવાલે ગુજરાતીમાં કહ્યુ હતું કે, હવે તમારો ભાઈ આવ્યો છે, કોઈને ચિંતા કરવાની જરૂર નથી. કોઈને બોલાવે તો એને ધમકાવવામાં આવે છે. રીક્ષા વાળાને ધમકાવે છે, કોઈ ભૂલ કરી છે એણે. કેજરીવાલે કહ્યુ હતું કે, ગુજરાતમાં 150 બેઠકો આવશે. ડિસેમ્બરમાં સરકાર બનશે. સરકાર આવતા જ પહેલા ભ્રષ્ટાચાર પૂરો કરવાનો છે. અઢી લાખ કરોડનું બજેટ છે. ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન લાવીશું. ભગવત માનને પંજાબમાં ખબર પડી કે એક મંત્રી ગરબડ કરે છે, તો તેમણે જ તેમને જેલમાં મોકલી દીધા. ગુજરાતમાં પણ કટ્ટર ઈમાનદાર સરકાર બનાવીશું.