શુક્રવાર, 24 માર્ચ 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified બુધવાર, 30 નવેમ્બર 2022 (14:14 IST)

રાજકોટમાં સ્ટેટ વિજિલન્સ ટીમે દારૂના અડ્ડા પર પાડ્યો દરોડો તો અડધી રાત્રે મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં કર્યો હંગામો

police bharati
રાજકોટમાં સ્ટેટ વિજિલન્સની ટીમે સ્થાનિક પોલીસની જાણ બહાર ગોકુલધામ વિસ્તારમાં આવેલા નામચીન બુટલેગર હાર્દિક સોલંકી ને ત્યા દરોડો પાડીને તેની ધરપકડ કરી હતી. જ્યારબાદ મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.
 
 મહિલાઓએ પોલીસને બેફામ ગાળો ભાંડી હતી અને આક્ષેપ કર્યો હતો કે, પોલીસ 50 હજાર રૂપિયા લઈ જાય છે. જો કે થોડીવાર તો પોલીસ સ્ટેશનમાં તંગદીલ વાતાવરણ બની ગયું હતું.20 હજાર વિજિલન્સવાળા ડીઝલના લે છેવીડિયોમાં જોવા મળતી વિગત મુજબ પોલીસ સાથે રકઝક થતા જ હાર્દિક બે હાથ ઊંચા કરીને એક જ રટણ કરી રહ્યો છે કે, ચાલો મને મારી નાખો હાલો... જ્યારે એક યુવતી કહે છે કે, મારતા નહીં તો પોલીસ કર્મી બોલે છે કે કોઈ નથી મારતું તમારા પપ્પાને. ત્યારે યુવતી બોલે છે કે વિજિલન્સવાળા પૈસા લઈ જાય તોય આવે છે દરોડો પાડવા. બાદમાં યુવતી બેફામ પોલીસને ગાળો દેવા લાગે છે અને કહે છે મને હાથ લગાડ. એક મહિલા બોલે છે કે 50-50 હજાર રૂપિયા લઈ જાય છે. દારૂનો ધંધો મોજથી કરો અમે બેઠા છીએ એવું કહે છે.