સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 ડિસેમ્બર 2021 (09:38 IST)

અમદાવાદના રામોલની સેન્ટઝેવિયર્સ સ્કૂલમાં પાણીની ટાંકીમાં પડી જતાં માસૂમ બાળકીનું મોત

અમદાવાદના રામોલ વિસ્તારમાં બે વર્ષીય એક બાળકીનું પાણીની ટાંકીમાં ગરકાવ થવાથી મોતની ઘટના સામે આવી છે. અદાણી સર્કલ નજીકના ગતરાળ માર્ગ પર આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સંકુલમાં આવેલી પાણીની ટાંકીમા પડતાં તેનું મોત નિપજ્યું છે. બાળકીને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના સંકુલમાં મોતની આ ઘટનાને લઈને પોલીસ કાફલો મણિનગરની એલ જી હોસ્પિટલ દોડી આવ્યો હતો. એલ જી હોસ્પિટલ સંકુલમાં સ્કૂલના પ્રિન્સિપાલ સહિત સંચાલકોઓ પણ દોડી ગયા હતા.

આ પરિવારની બે વર્ષની બાળકી અંકિતા ડામોર સેન્ટ ઝેવિયર્સની પાણીની ખુલ્લી ટાંકીમાં કેવી રીતે પડી તે અંગે અનેક તર્કવિતકો સર્જાયા છે.સ્કૂલ કેમ્પસમાં પાણીની ટાંકી આવેલી હતી આ ટાંકી ખૂલ્લી હતી અને વોચમેનની દિકરી રમતા રમતા સવારે ૧૦.૩૦ વાગે અચાનક પાણીની ટાંકીમાં પડી ગઇ હતી, તેણીની રડવાનો અવાજ આવતાં માતા-પિતા દોડી ગયા હતા અને તુરંત બહાર કાઢીને એમ્બ્યુલન્સ બોેલાવીને દિકરીને મણિનગર એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં સ્કૂલના પ્રિન્સીપાલ તથા સંચાલકો તથા રામોલ પોલીસ હોસ્પિટલ  આવી પહોંચી હતી. વાચમેનની દિકરીનું સારવાર દરમિયાન બપોરે મોત નીપજયું હતું. આ ઘટના અંગે રામોલ પોલીસે અકસ્માત મોત  નોંધુ વધુ તપાસ હાથ ધરી છે.