સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 ડિસેમ્બર 2021 (17:54 IST)

અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એક જ દિવસમાં અડધો ડઝન ચિટીંગની ફરિયાદ, બેંક મેનેજર સહિતે લાખો રૂપિયા ગુમાવ્યાં

અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એક જ દિવસમાં અડધો ડઝન જેટલી છેતકપિંડીની ફરિયાદો નોંધાઈ છે. ચાંદખેડા શિવશક્તિ નગરમાં રહેતા રણજીતસિંહ ચાવડા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. થોડા સમય પહેલા જ તેમને પૈસાની જરૂર હોવાથી તેમણે એક મિત્ર પાસેથી ઉછીના પૈસા માગ્યા હતા મિત્રાએ ઓનલાઈન મારફતે રણજીતસિંહના ખાતામાં સાત હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા. મિત્રના ખાતામાંથી પૈસા ડેબિટ થયા પરંતુ રણજીતસિંહના ખાતામાં પૈસા જમા થયા નહીં. જેને પગલે તપાસ કરવા માટે રણજીતસિંહ કસ્ટમર કેર પર કોલ કર્યો હતો. થોડીવાર બાદ રણજીતસિંહ પર કોલ આવ્યો અને કસ્ટમર કેરમાંથી તેમની મુસીબત અંગે ચર્ચા કરવામાં આવી.

ચાંદખેડામાં રહેતી બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતી ઋત્વા વ્યાસના ફેસબુક પ્રોફાઇલ પર flipkart ની જાહેરાત આવી હતી જેમાં ટાસ્ક પૂરો કરવા ને ઘરે બેસીને કામ કરો તેવી જાહેરાત હતી. ઋત્વા એ લીંક ક્લીક કરી અંદર વિગતો ભરી 1000 રૂપિયા જમા કરાવતા તેને કમિશન સાથે 1425 રૂપિયા તેના ખાતામાં પરત જમા થયા હતા. તરત જ 3000 જમા કરાવતા કમિશન સાથે 4186 જમા થયા હતા ત્યાર બાદ ત્રીજા ટાસ્ક માટે 5000 જમા કરાવ્યા હતા અને તરત સાઈટ્સ બ્લોક થઈ ગઈ હતી.

ચાંદખેડા આદિત્ય ઈલાઈટમાં રહેતા દેવ્રુતીસેન પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેમની સાથે રહેતા વૃદ્ધ માતા-પિતા એ એચડીએફસી બેન્કનો વીમો લીધો હતો જ્યારે અન્ય જુદી જુદી બેન્કોના પણ વિમા લીધા હતા. દરમિયાન દેવ્રુતીસેનના પિતાના મોબાઈલ ઉપર ફોન આવ્યો હતો અને તે વીમા લોકપાલ માંથી બોલતો હોવાનું જણાવ્યું હતું.ચાંદખેડા પાર્ક એવન્યુ માં રહેતા અને ઓ.એન.જી.સી.ના WSS ફિલ્ડમા કામ કરતા ગૌતમ ટીબરેવાલના facebook ઉપર કોઈ કંપનીના નામની જાહેરાત આવી હતી અને તેમાં ઇન્વેસ્ટ કરીને વધુ કમિશન મેળવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે ગૌતમ ટીબરેવાલ તેમાં ઇન્ટરેસ્ટ દાખવીને સર્ચ કરતા સામેથી ઇન્વેસ્ટ અને કમિશન અંગેની વિગતો આવી હતી. ચાંદખેડામાં રહેતા પુષ્પરાજ સિંહ શાહીબાગ ખાતે બીએસએનએલ માં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. તેમના પર કથિત કસ્ટમર અધિકારીનો ફોન આવ્યો હતો. વિદેશથી આવેલા પાર્સલ છોડાવવા માટે 25000 રૂપિયા માંગવામાં આવ્યા હતા