મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 3 ડિસેમ્બર 2021 (12:19 IST)

અમદાવાદ વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર જાહેર થયું, ઇઝરાયલનું તેલ અવીવ વિશ્વનું સૌથી મોંઘું શહેર, સીરિયાનું દમાસ્કસ સૌથી સસ્તું

દેશનું પ્રથમ હેરિટેજ સિટી અને ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર બની ગયું છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે તાજેતરમાં જાહેર કરેલા ‘વર્લ્ડવાઇડ કોસ્ટ ઓફ લિવિંગ સરવે 2021’ રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. આ રિપોર્ટમાં વિશ્વના 173 દેશોમાં જીવનધોરણ અને ખર્ચમાં આવેલા ઉતાર-ચઢાવને આધારિત રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. આ યાદીમાં અમદાવાદ સિવાય ભારતના એક પણ શહેરનો સમાવેશ થયો નથી. WCOL ઇન્ડેક્સમાં અમદાવાદને 37 પોઇન્ટ મળ્યા છે અને તેને 167મું રેન્ક મળતાં તે સાતમું સૌથી સસ્તું શહેર બન્યું છે. આ ઇન્ડેક્સમાં પાકિસ્તાનના કરાચી શહેરને 36 પોઇન્ટ મળતાં તે 168મા રેન્ક પર આવ્યું છે. આમ સૌથી સસ્તા શહેરમાં કરાચીએ અમદાવાદને પાછળ છોડી દીધું છે. વિશ્વનું સૌથી સસ્તું શહેર સીરિયાનું દમાસ્કસ છે જેને માત્ર 12 પોઇન્ટ મળ્યા છે. ઇઝરાયેલનું તેલ અવીવ શહેર 106 પોઇન્ટ મેળવીને સૌથી મોંઘું શહેર જાહેર થયું છે. 173 દેશોની આ યાદીમાં અમદાવાદનો પહેલીવાર સમાવેશ થયો છે. રિપોર્ટમાં સૌથી સસ્તા શહેરો પૈકી અમદાવાદ અને ટ્યૂનીસિયાનું ટ્યૂનીસ શહેરનો વિશેષની વિશેષ નોંધ લેવામાં આવી છે. આ યાદીમાં પેટ્રોલના ભાવને લઈને પણ સૌથી મોંઘા શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં પણ ભારતના એક પણ મેટ્રો શહેરનો સમાવેશ નથી થયો. પેટ્રોલનો ભાવ સૌથી વધુ હોંગકોંગમાં છે. આ યાદીમાં તેલ અવીવ ચોથા સ્થાને છે. ઇઝરાયલનું તેલ અવીવ વિશ્વનું સૌથી મોંઘુ શહેર છે. દેશની કરન્સી શેકેલમાં આવેલી મજબૂતાઈ મોંઘવારી વધવાના મુખ્ય કારણો છે. અહીં ખાવા-પીવાની વસ્તુઓ તથા પ્રોર્પટીની કિંમતો પણ ખૂબ જ ઝડપથી વધી રહી છે.