ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 ડિસેમ્બર 2021 (11:34 IST)

ફુલ ગુલાબી ઠંડી વચ્ચે પવન સાથે ઠંડીનું જોર વધી રહ્યું છે

વહેલી સવારે કડકડતી ઠંડી પડી રહી છે.  વહેતા ઠંડા પવનોને કારણે વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે..
 
રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, હવે ધીમે ધીમે ઠંડી જમાવટ કરી રહી છે. વહેલી સવારે ફુલ ગુલાબી ઠંડી વચ્ચે પવન સાથે ઠંડીનું જોર વધી રહ્યું છે તો પવન સાથે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ પણ લોકો કરી રહ્યા છે.. હવામાન વિભાગના જાણકારો હજુ પણ આગામી 2 દિવસ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે તેવું જણાવી રહ્યા છે.
 
અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા શહેરોમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી રાજ્યમાં ડિસેમ્બર મહિનાની ઠંડીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે દિવસ અને રાતના તાપમાનમાં લગભગ 10 થી 12 ડીગ્રી નો તફાવત જોવા મળી રહ્યો છે.