ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 26 મે 2022 (11:26 IST)

ગરમીથી મળશે રાહત - 3 દિવસમાં તીવ્ર પવન સાથે વરસાદ પડશે, વાદળિયા વાતાવરણ વચ્ચે 41 ડિગ્રી ગરમી

After The Unseasonal Rains,
રાજસ્થાનમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સરક્યુલેશનનો ટ્રફ દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાનથી લઈને ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર સુધી લંબાયો છે. જેને કારણે આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.અમદાવાદમાં વાદળિયું વાતાવરણ અને પવનથી ગરમીનો પારો 41 ડિગ્રી નોંધાયો હતો. બેથી ત્રણ દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો 41થીી 42 ડિગ્રીની આસપાસ રહેવાની સાથે વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડવાની શક્યતા છે.

વાતાવરણમાં આવેલા પલટાને કારણે રાજકોટ સહિત કેટલાંક વિસ્તારમાં ઝાપટું પડ્યું હતું. અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 41.0 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો, જયારે આ સિવાય અન્ય તમામ શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી નીચે નોંધાતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.