રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 સપ્ટેમ્બર 2021 (09:03 IST)

જીગ્નેશ મેવાણીની કોંગ્રેસમાં એન્ટ્રીઃ રાહુલ ગાંધી દિલ્હીમાં કોંગ્રેસનો ખેસ પહેરાવશે

ગુજરાતમાં અલગ અલગ આંદોલન અને લોકોનો સમૂહ ભેગો કરી નવા યુવાનો સમાજનો ચહેરો બન્યા અને આજે ગુજરાત અને દેશની રાજનીતિમાં મોટા ચહેરા બન્યા છે. જેમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ હાલ ગુજરાત કોંગ્રેસમાં મહત્વની ભૂમિકામાં છે. ત્યારે હવે તેની સાથે દલિત નેતા અને વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી મંગળવારે બપોરે કોંગ્રેસમાં જોડાઈ જશે. જે માટે મેવાણી દિલ્હી પહોંચ્યા છે. રાહુલ ગાંધી બપોરે જીગ્નેશ મેવાણી અને કનૈયા કુમારને કોંગ્રેસનો ખેસ પહેરાવસે. આ સમયે હાર્દિક પટેલ પણ દિલ્હીમાં હાજર રહેશે.કાયદાના સ્નાતક અને અલગ અલગ ક્ષેત્રે કામ કરનાર જીગ્નેશ મેવાણી મંગળવારે બપોરે કોંગ્રેસમાં જોડાશે. જીગ્નેશ મેવાણી અલગ અલગ NGO અને સંગઠન સાથે રહીને નાના મોટા આંદોલન કર્યા છે. ગુજરાતમાં દલિત નેતાની બ્રાન્ડ તરીકે ઉપસી આવેલા જીગ્નેશ મેવાણી હવે રાષ્ટ્રીય સ્તરે પણ દલિત અગ્રણી તરીકે નામના ધરાવે છે.કોંગ્રેસમાં જોડાવાનો સાથે ગુજરાતમાં જીગ્નેશ મેવાણી મહત્વની કામગીરી સોંપવામાં આવશે. તેમજ તેના મિત્ર હાર્દિક પટેલ પણ કોંગ્રેસના ખૂબ મહત્વના હોદ્દા પર હશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જીગ્નેશ મેવાણી દિલ્હીમાં કોંગ્રેસનો ખેસ પહેરશે તેની સાથે કન્હૈયા કુમાર પણ કોંગ્રેસમાં જોડાશે. જીગ્નેશ મેવાણી 2017માં વડગામ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું ત્યારે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઉભો ન રાખતા તેના જીતનો માર્ગ મોકળો કર્યો હતો. હવે 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ મેવાણી ચૂંટણીમાં ઝંપલાવશે પણ આ વખતે તે કોંગ્રેસનો હાથ સાથે હશે. આગામી દિવસોમાં હાર્દિક અને મેવાણીની જોડી ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણ લાવે તેવું શક્યતા છે.