રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 2 નવેમ્બર 2018 (15:31 IST)

કેવડિયામાં કાળા વાવટા ફરકાવીને આદીવાસીઓએ યોગી આદિત્યનાથનો વિરોધ કેમ કર્યો

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા આવનારા નેતાઓ હવે આદિવાસીઓના વિરોધનો સામનો કરી રહ્યાં છે. ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યપ્રધાન રૂપાણી આજે કેવડિયા ખાતે પહોંચી ગયાં છે. આ સમયે યોગી આદિત્યનાથ અને વિજય રૂપાણીની મુલાકાત સમયે આદિવાસી સંગઠનોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સમયે પોલીસે વિરોધ કરી રહેલા ત્રણ કાર્યકરોની અટકાયત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ કર્યા બાદ હવે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ રોજેરોજ કેવડિયા આવીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે. જે અંતર્ગત આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સવારે કેવડિયા ખાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે. જેમાં તેઓ સરદાર પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી, વેલી ઓફ ફ્લાવર્સ, ટેન્ટ સિટી અને મ્યુઝિયમ સહિતના તમામ આકર્ષણો નિહાળશે. આ મુલાકાત સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમની સાથે રહ્યા હતા. યોગી આદિત્યનાથના આગમન સમયે આદિવાસી સંગઠનોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા ત્રણ કાર્યકરોની અટકાયત કરીને રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે લઇ ગઇ હતી.