રવિવાર, 14 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 23 સપ્ટેમ્બર 2023 (12:50 IST)

ખેલ મહાકુંભ 2.0 ની આજે વિધિવત જાહેરાત થશેઃCMના હસ્તે ખેલમહાકુંભ 2.0 નું કર્ટેનરેઝર લોન્ચ થશે

Bhupendra Patel
ગુજરાતમાં ખેલમહાકુંભ 2.0ની આજે વિધિવત જાહેરાત કરવામાં આવશે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખેલમહાકુંભ 2.0નું કર્ટેઇન રેઝર લોન્ચ કરાશે. મહત્વનું છે કે, બીજા તબક્કાના ખેલમહાકુંભ માટે આજથી નોંધણી પણ શરૂ કરાશે. નોંધનીય છે કે, ખેલ મહાકુંભની સફળતા બાદ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગતની કચેરી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ 2.0 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ખેલમહાકુંભ 2.0નું કર્ટેઇન રેઝર લોન્ચ કરાશે. અમદાવાદના વૈષ્નોદેવી સ્થિત શક્તિગ્રીન કન્વેન્શન સેન્ટરમાં આયોજીત આ ખેલ મહાકુંભ 2.0 "Registration Curtain Raiser” સમારંભમાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આજે તા. 23-9-2023 ના રોજ અમદાવાદ ખાતે CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ખેલ મહાકુંભ 2.0 "Registration Curtain Raiser” સમારંભ સાંજે 4.30 કલાકે યોજાશે.