સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 22 જૂન 2021 (08:30 IST)

HBD નીતિનભાઈ પટેલ - 35 વર્ષનો રાજકીય સફરનો અનુભવ જ તેમને સીએમ પદ અપાવશે

શ્રી નીતિનભાઇ પટેલ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સાંભાળે છે. તે ઉપરાંત રાજ્યના નાણાં, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, નર્મદા, કલ્પસર, પાટનગર યોજના,  જેવા વિભાગના કેબિનેટમંત્રી તરીકેની જવાબદારી પણ તેઓશ્રી સંભાળે છે. નૈતિક સિદ્ધાંતો સાથે સ્વચ્છ પ્રતિભા ધરાવતા રાજકીય આગેવાનની સાથે તેઓ ભારતીય જનતા પાર્ટી ના એક સંનિષ્ઠ કાર્યકર પણ છે.ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના "વૈશ્વિક સ્તરે ભારત "ના સ્વપ્ન પરત્વે "સૌનો સાથ સૌનો વિકાસ " વિચારમંત્રને શ્રી નીતિનભાઈ પટેલે પૂર્ણરૂપે સાકાર કર્યો છે. તેઓશ્રીએ ગુજરાતના દરેક વિસ્તારમાં દરેકસમાજને લઇ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી નેતૃત્વની ગુજરાત સરકારમાં આરોગ્ય, શિક્ષણ, કૃષિ, પરિવહન અને વ્યાપાર જેવા વિવિધ ક્ષેત્રે નિતીવિષયક નિર્ણયો લઇ દરેક નાગરિકને સુખ -સગવડ અને સલામતી મળી રહે અને રાજ્યની પ્રજાનો સર્વાંગી વિકાસ થાય એવી પ્રસંસનીય કામગીરી કરેલ છે. આગ
 
તેઓશ્રીનો જન્મ 22 જૂન 1956 ના રોજ મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે થયેલ છે. તેઓશ્રીનો ઉછેર તેમના દાદાના સમયથી ગર્ભશ્રીમંત એવા પરિવારમાં થયેલ. અભ્યાસકાળ પૂર્ણ થતા તેઓશ્રીએ તેમના કૌટુંબિક વ્યસાયમાં સામેલ થઇ તેને આગળ વધાર્યો.
 
તેઓશ્રીના લગ્ન શ્રીમતી સુલોચનાબેન પટેલ સાથે થયા છે. તેઓશ્રીના પરિવારમાં મોટા પુત્રશ્રી જૈમીનભાઇ, પુત્રવધુ શ્રીમતિ ઝલકબેન, પૌત્રી વૈશ્વી તથા નાના પુત્રશ્રી સન્નીભાઈ છે.
 
શ્રી નીતિનભાઈ પટેલે તેમની રાજકીય કારકિર્દી ની શરૂઆત સને 1977માં કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે કરેલ આજદિન સુધી તેઓશ્રી જાહેર જનતાની સેવા માટે હંમેશા કાર્યરત રહ્યા છે. સને 1990માં તેઓશ્રી પ્રથમ વખત ગુજરાત વિધાનસભા તરીકે ચૂંટાયેલા. પ્રજાજનોની સેવાની ભાવના અને જીવન પ્રત્યેના તેમના મૂલ્યો તેમજ સિદ્ધાંતોથી જાહેર જીવનમાં સતત આગળ વધતા રહ્યા અને આજે તેઓશ્રી ગુજરાત સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સાથે ગુજરાત સરકારના નાણાં, માર્ગ અને મકાન , પાટનગર યોજના, નર્મદા , કલ્પસર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ જેવા વિભાગના કેબિનેટ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી ગુજરાતના વિકાસમાં સહભાગી થયા છે.
છેલ્લા 35 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા નીતિન પટેલ સરકારમાં અનેક ખાતાઓમાં મંત્રી તરીકે સફળ કામ કરી ચૂક્યા છે, સાથે જ સંગઠનમાં પણ તેમની પકડ મજબૂત છે. નીતિન પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની ગુડ બુકમાં પણ સામેલ છે.  ત્યારે તેમની રાજકિય સફર અને પક્ષના સંગઠનમાં તેમનું કેવું સ્થાન છે તેને આધારે અથવા તો તેમની 35  વર્ષની રાજકિય સફરના અનુભવને લઈને સીએમ તરીકે નિયુક્ત કરવામાં આવે એવું રાજકીય  નિષ્ણાંતોમાં અનેકવાર ચર્ચામાં રહ્યું છે.  તેમની રાજકિય કારકિર્દીની વાત કરીએ તો નવનિર્માણ આંદોલનમાં મહામંત્રી, કડી નગરપાલિકામાં સભ્ય, કડી પાલિકાના ચેરમન, કડી પાલિકાના પ્રમુખ, કડી વિધાનસભા સીટ પરથી જીત, કડી સીટ પરથી બીજી વખત જીત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન, ત્રીજી વખત કડી સીટ પરથી બીજી વખત જીત ,એગ્રીલકલ્ચર અને નાની સિંચાઇ ખાતાના પ્રધાન, ફરી ધારાસભ્ય તરીકે જીત એ બાબતની સાક્ષી પુરે છે કે તેઓ રાજકિય બાબતોના પંડિત તો છે જ પણ સંગઠનમાં પણ તેમનો અનુભવ ઓછો નથી.