ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 એપ્રિલ 2021 (17:08 IST)

કચ્છની દરિયાઈ સીમાથી આઠ પાકિસ્તાની રૂ 150 કરોડની કિંમતના 30 કિલો હેરોઇન સાથે ઝડપાયા

ભૂમિ અને દરિયાઈ સરહદ ધરાવતા પાકિસ્તાનને અડીને આવેલા કચ્છ જિલ્લામાં અનેક વખત પાકિસ્તાની ઘૂસણખોરો પકડાતા હોય છે. જ્યારે આજે ફરી એકવાર ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડના સંયુકત સર્ચ-ઓપરેશનમાં આઠ પાકિસ્તાની રૂ.1.50 કરોડની કિંમતના 30 કિલો ડ્રગ્સના જથ્થા સાથે પકડાયાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, સમુદ્ર અંદર ભારતીય સીમા વિસ્તારમાં દાખલ થતાં જ કોસ્ટગાર્ડ દ્વારા પૂર્વ બાતમીના આધારે પાકિસ્તાની નુહ નામની બોટને ચેતવણી આપી આગળ વધતા અટકાવી દેવામાં આવી હતી અને ભારતની દરિયાઈ સીમામાં ઘૂસી આવેલી પાકિસ્તાનની નુહ બોટ સાથે આઠ પાકિસ્તાનીને નશીલા પ્રદાર્થના જથ્થા સાથે એટીએસ અને કોસ્ટગાર્ડે ઝડપી લીધા હતા.

પકડાયેલા ઘૂસણખોરો સામે કાયદેસરની કાર્યવાહી માટે કચ્છના નલિયા તાલુકાના જખૌ બંદર પર લઈ આવવા રવાના થઈ ગયાનું જાણવા મળ્યું છે.મળતી માહિતી મુજબ, પાકિસ્તાનીઓ દરિયાઇ માર્ગે નશીલા પદાર્થ સાથે આવી રહ્યાની ગુપ્ત માહિતી ગુજરાત એટીએસ અને ડેપ્યુટી એસપી ભાવેશ રોજિયા અને દ્વારકા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળી હતી, પરંતુ દરિયાઇ વિસ્તાર ભારતીય તટ રક્ષકદળની અંદર આવતો હોવાથી કોસ્ટગાર્ડની મદદ સાથે સંયુક્તપણે આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું, જેમાં આઠ પાકિસ્તાની એક બોટ અને 30 કિલો ડ્રગ્સ સાથે પકડાયા છે.પકડાયેલા આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજિત રૂ. 150 કરોડ મનાઈ રહી છે. જ્યારે પકડાયેલા ઘૂસણખોરોની પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સનો જથ્થો કચ્છના જખૌ બદર પર ડિલિવરી કરવાનો હતો. આ જથ્થો લેનાર શખસનું નામ કોસ્ટગાર્ડને મળી ગયું હોવાનું જાણવા મળ્યું છે, જે જખૌ આવ્યા બાદ જાહેર કરવામાં આવશે, એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.