મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 4 ડિસેમ્બર 2019 (17:39 IST)

અંબાજી મંદિરના પ્રસાદના ભાવમાં 50 ટકાનો વધારો, વર્ષે 6 કરોડનો થશે ફાયદો

અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદમાં ટ્રસ્ટ દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે. જે નાના 80 ગ્રામના પેકેટ ઉપર રૂપિયા પાંચનો એટલે કે 50 ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે . યાત્રાધામ અંબાજીમાં અંબાજી મંદિરે દર્શન કરવા આવતા યાત્રિક અચૂક માતાજીના પ્રસાદ સ્વરૂપે મહોનથાળના પેકેટ સાથે લઈ જતા હોય છે. અહીં પ્રસાદ સ્વરૂપે મોહનથાળનો પ્રસાદ બનાવાતો હોય છે. વર્ષોથી આ પ્રસાદનો સ્વાદ પણ એક સરખો જ જોવા મળતો હોય છે. 
આ પ્રસાદના વિતરણની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ વર્ષે 4 કરોડ રૂપિયા જેટલી ખોટ ખાઈને કરતુ હતું, પરંતુ હવે મંદિરે ટ્રસ્ટે પ્રસાદના ભાવમાં 50 ટકા જેટલો વધારો કર્યો છે. જે 80 ગ્રામનું પેકેટ 10 રૂપિયામાં અપાતું હતું તેના હવે રૂપિયા 15 કરી દેવામાં આવ્યા છે. આ ભાવવધારો પણ લાગુ કરી દેવાયો છે. જોકે હાલમાં પ્રસાદની કાચી સામગ્રીના ભાવો વધતા પણ ટ્રસ્ટે આ ભાવ વધારો કરવાની ફરજ પડી હોય તેમ 50 ટકાનો ભાવ વધારો કરાયો છે જેનાથી ટ્રસ્ટ હવે નુકશાની નહિ કરે.
 
 
જોકે આ ભાવવધારાને લઈ શ્રદ્ધાળુઓમાં કોઈ વિપરીત અસર જોવા મળી નથી. જે પણ પ્રસાદના બદલે નાણાં જાય છે તે મંદિર માં જ જાય છે અને બજાર કરતા શુદ્ધ પ્રસાદ મળી રહે છે. તેવું માની સંતુષ્ટી અનુભવી રહ્યા છે
. એટલું જ નહીં અંબાજી મંદિર ટ્રસ્ટ પ્રસાદમાં દર વર્ષે અંદાજે રૂપિયા 4 કરોડ ઉપરાંતનું નુકસાન કરતુ હતું. જયારે મોહનથાળનો પ્રસાદ બનાવનાર એજન્સી જી.એસ.ટી સાથે 15.07 રૂપિયા નો ભાવ મંજુર કરાયો છે. જેમાં એજન્સી 7 પૈસાનું પેકેટ દીઠ નુકસાન વેઠીને મંદિર ટ્રસ્ટ પાસે થી રૂપિયા 15 જ લેશે. જેનાથી અંબાજી મંદિર ટ્રસ્ટને વાર્ષિક રૂપિયા 6 કરોડનો ફાયદો થશે.