ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 ડિસેમ્બર 2019 (14:34 IST)

હેલ્મેટના કાયદા વખતે દંડ પેટે ઉઘરાવાયેલા કરોડો રૂપિયા પાછા આપવાની માંગ

ટુ-વ્હીલર ધારકોને હેલ્મેટના કાયદામાંથી રાજય સરકારે રાહત આપી દીધી છે અને શહેરી નગરપાલીકા વિસ્તારોમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપી દીધી છે ત્યારે આ કાયદાના અમલ વખતે દંડ પેટે ઉઘરાવાયેલા કરોડો રૂપિયાની માંગ સાથે આજે આંદોલનાત્મક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ટ્રાફિક ઈ-મેમોની હોળી કરવા જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. હેલ્મેટ જેવા કાયદા સામે લાંબો વખત વિરોધ-આંદોલન કરનારા સામાજીક કાર્યકર્તા અશોક પટેલ વગેરેએ આ વિરોધનો કાર્યક્રમ રાખ્યો હતો.

હેલ્મેટના કાયદા વખતે દંડ પેટે ઉઘરાવાયેલા કરોડો રૂપિયા પાછા આપવાની માંગ સાથે ઈ-મેમોની હોળી કરવામાં આવી હતી. શહેરોની જેમ ગ્રામ્ય વિસ્તારોને પણ હેલ્મેટ મુક્તિની માંગ સાથે ગ્રામ્ય વિસ્તાર સુધી હેલ્મેટ વિના સ્કુટર ચલાવીને સવિનય કાનૂન ભંગ કરવામાં આવ્યો હતો. સાથોસાથ ટુ-વ્હીલર ચાલકોને જેમ હેલ્મેટ મુક્તિ આપવામાં આવી તેવી જ રીતે કારચાલકોને ફરજીયાત સીટબેલ્ટમાંથી મુક્તિ આપવાની પણ માંગ કરવામાં આવી હતી.