બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 માર્ચ 2021 (10:30 IST)

ગીરના જંગલમાં સિંહની પજવણી કરવી ભારે પડી, કોર્ટે 6 આરોપીને ફટકારી આકરી સજા

ગીર સોમનાથના ગીર ગઢડામાં વનરાજની પજવણી કરવી છ આરોપીઓને ભારે પડી છે. કોર્ટે સાતમાંથી છ આરોપીને સજા ફટકારી છે. જ્યારે એક વ્યક્તિનો નિર્દોશ છૂટકારો થયો છે. એક આરોપીને કોર્ટે એક વર્ષની, પાંચ આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારી છે. મહત્વનું છે કે સિંહના ગેરકાયદે દર્શન માટે મુરઘીને સિંહ સામે રાખી સિંહ એનો શિકાર કરે તેનો વિકૃત આનંદ માણતા આ નબિરાઓના વીડિયો સામે આવ્યા હતા.વિગત એવી છે કે, વર્ષ 2018ના મે મહિનાની 19મી તારીખે રાત્રે 1 વાગ્યે અને 10.00 કલાકે આરોપી ઇલ્યાસ અબદ્રેમાનની દીરના સેટલમેન્ટ વિસ્તાર ધ્રુંબકમાં આવેલી જમીનમાં 5 પ્રવાસીઓને ગેરકાયદેસર સિંહ દર્શન કરાવવામાં આવ્યું હતું. આ વ્યક્તિએ પોતાના હાથમાં મરઘી રાખી અને સિંહણને લલચાવી અને અવારનવાર તેને મરઘીનું પ્રલોભન આપ્યું હતું. આ જઘન્ય ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. આ આરોપીઓ વિરૂદ્ધ વન્ય પ્રાણી સર્વેક્ષણ અધિનીયમનની કલમ 1972ની કલ-2 (16) (બી) 2 (36), 9, 29,39, 51,52 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે આ કેસમાં આરોપી ઇલ્યાસ અદ્રેમાન હોથ, રવિ પાટડીયા, દિવ્યાંગ ગજ્જર, રથીન પટેલ, હરમડિયાના અબ્બાસ રીંગબ્લોચ, અલ્તાફ હૈદર બ્લોચને 3 વર્ષની સખત કેદની સજા અને આરોપી દીઠ 10,000 રૂપિયાનો દંડ ભરાવો હુકમ કર્યો છે. આ આરોપી દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદનો હુકમ કર્યો છે. જ્યારે એક આરોપી ભોજદે ગેરીને એક વર્ષની સખત કેદની સજા અને 10,000 રૂપિયાનો દંડ કર્યો છે. જ્યારે આરોપી હાસમ સીકંદર કોરેજાને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે.