ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 19 ઑગસ્ટ 2017 (12:40 IST)

ગુજરાતમાં ચૂંટણી ટાણે જ લવજેહાદનું ભૂત ધૂણ્યું- હિંદુ દિકરીઓને જબરદસ્તીથી બેગમ બનાવાતી હોવાની રાવ

ગુજરાતમાં માતર તાલુકાના હૈજરાબાદ ગામમાં સપ્તાહ પહેલા મુસ્લિમ યુવક દ્વારા શિક્ષિત પાટીદાર યુવતીને ભગાડી જવાનો બનાવ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જિલ્લા કલેક્ટરને ગ્રામજનો દ્વારા આપવામાં આવેલા આવેદન પત્રમાં લવજેહાદને ત્રાસવાદ સાથે સરખાવી જો શનિવાર સાંજ સુધીમાં યુવતીને હાજર કરવામાં નહીં આવે તો નેશનલ હાઇવે ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સમગ્ર પ્રકરણમાં પોલીસની ભૂમિકા સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

સમગ્ર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ યુવતીને ભોળવીને પ્રેમજાળમાં ફસાવી તેને રાજ્ય બહાર ભગાડી જઇ અન્ય પ્રદેશમાં લઇ જઇ જબરદસ્તીથી નિકાહ પઢાવી લેવામાં આવતા હોવાનો સણસણતો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, જિલ્લાના અલગ અલગ ગામોમાં સુખી - સંસ્કારી અને પ્રતિષ્ઠિત પરિવારની હિન્દુ બહેન, દીકરીઓને પ્રેમના નામે ફસાવવામાં આવી રહી છે. આવા જ એક કાવતરાના ભાગરુપે સંધાણા પાસે આવેલા હૈજરાબાદ ગામની મેડિકલ લાઇનમાં અભ્યાસ કરતી પાટીદાર સમાજની માત્ર 21 વર્ષની દીકરીને ગામનો મુસ્લિમ યુવક ભોળવી, ફસાવી ભગાડી ગયો છે. ગુજરાત સરકારે ‘ધર્મ સ્વતંત્ર અધિકાર અધિનિયમ’ હેઠળ ખાસ જોગવાઇ કરવામાં આવી છે. પરંતુ હિન્દુ દીકરીઓને ફસાવી ગુજરાત બહાર ભગાડી લઇ જઇ નિકાહ પઢાવી હિન્દુ દીકરીઓને મુસ્લિમ બેગમ બનાવવા માટે મજબુર કરવામાં આવી રહી છે. આ બદી રોકવામાં નહીં આવે તો કોમી દાવાનળ ફેલાશે.કેરળમાં બનેલા લવ-જેહાદ આતંકવાદી પ્રવૃત્તિને ધ્યાને લઇ સુપ્રીમ કોર્ટે પણ અતિનિંદનીય અસામાજિક આતંકવાદી સમાન લવ-જેહાદની પ્રવૃત્તિના કારણે ખાસ ટીમ બનાવી સત્વરે તપાસ સોંપી છે. હૈજરાબાદના કેસમાં પણ સ્પેશ્યલ ટીમ બનાવવા માગણી કરાઈ છે.