ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 ઑક્ટોબર 2019 (12:12 IST)

હવે ઈ મેમો નહીં ભરો તો લાયસન્સ અને RC બુક રદ કરી દેવાશે

કેન્દ્ર સરકાર દ્વારા નવા મોટર વહિકલ એકટ લાવ્યા બાદ લોકો ટ્રાફિકના નિયમો થોડા અંશે પાળતા થયા છે. જો કે છેલ્લા ચાર વર્ષમાં અમદાવાદીઓએ રૂ. 55 કરોડનો ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડ નથી ભર્યો. જેમાં 5થી વધુ મેમો મેળવનારા લોકોએ જ 35 કરોડ જેટલો દંડ નથી ભર્યો. જેથી હવે ટ્રાફિક પોલીસે આ દંડની વસુલાત કરવા માટે 10 દિવસનો સમય આપ્યો છે. ટ્રાફિક ડીસીપી  અજીત રાજીયાણે જણાવ્યું હતું કે અમદાવાદમાં 1400થી વધુ લોકો છે જેમને 5થી વધુ મેમો આપવામા આવ્યા છે. આ લોકોને 10 દિવસમાં દંડ ભરવાનો રહેશે. નોટિસ મળ્યાના 10 દિવસમાં તેઓ દંડ નહિ ભરે તો તેમનું લાયસન્સ અને આરસી બુકને રદ કરવામાં આવશે. આ માટે અલગથી રિકવરી સ્ક્વોડ અને ટ્રાફિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તેઓને ઘરે નોટિસ આપવા જશે. 2015થી અત્યાર સુધીમાં 55 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદીઓએ માત્ર 24 કરોડ ભર્યા છે. બાકીના 55 કરોડ હજી રિકવર કરવાના બાકી છે. અમદાવાદમાં એક કાર ચાલકને 111 જેટલા ઇ મેમો ફટકારવામાં આવ્યા છે જેનો દંડ રૂ. 38000 જેટલો થાય છે. પરંતુ કારચાલકે હજી સુધી તેટલી રકમ ભરી નથી. તેને પણ નોટિસ આપવામાં આવશે.