સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 મે 2018 (12:16 IST)

પત્નીએ બીજા બાળકની ઈચ્છા નહીં રાખતાં પતિએ જબરદસ્તીથી શારિરીક સંબંધ બાંધતા મામલો પોલીસ સુધી પહોચ્યો

સભ્ય સમાજને શરમમાં મુકતી અનેક ઘટનાઓ આપણા આજના શિક્ષિત સમાજમાં બની રહી છે. જેમાં ખાસ કરીને  પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા વચ્ચેના સંબંધોમાં તો  વિચિત્ર કિસ્સાઓ બહાર આવતા રહે છે. અમદાવાદમાં  પણ આવી જ એક ઘટના ચર્ચાએ ચડી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી પરિણીતાએ એક સંતાન બાદ બીજા બાળકની ના પાડી તો તેનો પતિ પોતાની પત્ની સાથે અત્યાચાર કરવા લાગ્યો હતો. પત્ની શારીરિક સબંધો બાંધવા તૈયાર ના હોવા છતાં તે મોડી રાતે પત્નીને પરિવારની હાજરીમાં બુમો પાડીને ઉઠાડતો હતો. તેમજ જો પત્ની ના પાડે તો તેની સાથે બળજબરી કરીને તેની સાથે શારીરિક સબંધ બાધતો હતો.

પતિની આ હરકતોથી કંટાળીને અંતે પત્નીએ પતિ સામે રક્ષણ મેળવવા મહિલા હેલ્પ લાઇનમાં ફોન કરી દીધો હતો. જેથી મહિલા પોલીસની ટીમ અને કાઉન્સીલરે આખા મામલે કાઉન્સેલિંગ કરવાનું શરુ કર્યું હતું. જોકે ત્યાર બાદ લાંબી સમજાવટને અંતે પતિએ પત્નીની માફી માંગી હોવાનુ પણ જાણવા મળી રહ્યુ છે.  પોલીસે તેના પતિને ખખડાવ્યો અને સ્ત્રીનુ સન્માન કરવાનું કહીને પતિ અને પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું હતું.