સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 3 નવેમ્બર 2018 (08:43 IST)

રાજકોટમાં લઘુ ઉદ્યોગકારો સાથે પીએમ મોદીની વીડિયો કોન્ફરન્સનો ફીયાસ્કો, 70 ટકા ખુરશીઓ રહી ખાલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લધુ ઉદ્યોગના વેપારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી સંવાદ કર્યો હતો. દેશના 100 જિલ્લાઓમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતમાં રાજકોટ અને ગીરસોમનાથ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં શહેરના હેમુ ગઢવી હોલમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પરંતુ રાજકોટમાં આ કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. સમગ્ર હોલમાં ચારે તરફ મોટાભાગની ખુરશીઓ ખાલી જોવા મળી હતી.

આ કોન્ફરન્સમાં વડાપ્રધાન દ્વારા નાના ઉદ્યોગો માટે મહત્વની જાહેરાતો થવાની જાણ હોવા છતાં પણ ઉધોગકારોને આવી કોઈ જાહેરાતમાં જરાપણ રસ ન હોય તેમ વડાપ્રધાનનું સંબોધન શરૂ થવા સુધીમાં 70 ટકા ખુરશીઓ ખાલી થઈ ગઈ હતી. દેશના ખેડૂતોમાં સરકાર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.  આ ઉધોગપતિઓની સરકાર હોવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે નાના ઉદ્યોગો માટે માત્ર 59 મિનિટમાં જ રૂપિયા 1 કરોડની લોન જેવી મહત્વની જાહેરાત PM મોદી દ્વારા કરવામાં આવનાર હોવાની જાણ હોવા છતાં ઉદ્યોગકારો ચાલી નિકળતા અનેકવિધ તર્કવિતર્ક ચાલી રહ્યા છે. કાર્યક્રમમાં કેબિનેટમંત્રી સૌરભ પટેલ, સાંસદ સી.આર.પાટીલ, સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિતના દિગ્ગજોની હાજરી હોવા છતાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી.