શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 ઑક્ટોબર 2018 (12:50 IST)

રાજકોટમાં BSNLના ગેસ્ટ હાઉસ- રંગરેલિયા માટે યુગલોને આપતા રૂમ ભાડે બીએસએનએલ ઓફિસના ગેસ્ટ હાઉસમાં જ તેના અમુક કર્મીઓ કૂટણખાનું ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થયો

રાજકોટમાં BSNLના ગેસ્ટ હાઉસમાંથી કૂટણખાનું ઝડપાયું, રંગરેલિયા માટે યુગલોને આપતા રૂમ ભાડે
બીએસએનએલ ઓફિસના ગેસ્ટ હાઉસમાં જ તેના અમુક કર્મીઓ કૂટણખાનું ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે પોલીસે ક્લાસ-2 અધિકારી અને ગેસ્ટ હાઉસના સંચાલક સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. રાજકોટમાં જ્યુબિલી ગાર્ડન સામે આવેલા ગેસ્ટ હાઉસમાં જ આ ગોરખધંધો ચાલતો હતો. દરોડા દરમિયાન પોલીસને ગેસ્ટ હાઉસમાંથી પાંચ યુવતીઓ પણ મળી આવી હતી. ગેસ્ટ હાઉસમાંથી કોન્ડોમ, તેમજ શક્તિવર્ધન દવાઓ પણ મળી આવી છે. આ ગેસ્ટ હાઉસ એક ક્લાસ-2 અધિકારીના કાર્યક્ષેત્રમાં આવતું હોવાથી પોલીસે તેમની પણ ધરપકડ કરી છે.પોલીસે કૂટણખાનુ ચલાવતા દંપતી, તેના પુત્ર અને એક ક્લાસ-2 અધિકારી તેમજ એક યુવકની ધરપકડ કરી છે. પ્રદ્યુમનનગર પોલીસે મંગળવારે મોડી રાત્રે ગેસ્ટહાઉસમાં રેડ કરી હતી. 
પોલીસને માહિતી મળી હતી કે બીએસએનએલના ગેસ્ટ હાઉસમાં છેલ્લા છ મહિનાથી ગોરખધંધો ચાલે છે. અહીં એકલા આવતા યુવકોની યુવતીઓ પૂરી પાડવામાં આવે છે, તેમજ કોઈ યુગલને એકાંતની પળો માણવી હોય તો તેમને રૂમ ભાડે આપવામાં આવે છે.પોલીસે મંગળવારે રાત્રે ગેસ્ટ હાઉસ પર કરેલી દરોડોની કાર્યવાહીમાં તેના સંચાલક હરેશ ભડિયાદરા તેની પત્ની મિનાક્ષી અને પુત્ર ગૌરવની ધરપકડ કરી હતી. પોલીસે આ કેસમાં ક્લાસ-2 અધિકારી પરાગ ઠાકર અને મોજમજા કરવા આવેલા એક યુવક સંજય સવાણીની ધરપકડ કરી હતી. 
દરોડા દરમિયાન ગેસ્ટ હાઉસમાંથી પોલીસને પાંચ યુવતીઓ પણ મળી આવી હતી.એટલું જ નહીં ગેસ્ટ હાઉસના રૂમોમાંથી પોલીસને કોન્ડોમ અને યૌનશક્તિ વધારતી દવાઓ પણ મળી આવી હતી. પોલીસે ગેસ્ટ હાઉસના સંચાલકની આકરી પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે તે છેલ્લા કેટલાક સમયથી આ ગોરખધંધો ચલાવતો હતો. આ માટે ગેસ્ટ હાઉસમાં આવતા યુવકોને રૂ. 1000 જેટલી રકમ લઈને યુવતીઓ પૂરી પાડવામાં આવતી હતી. જ્યારે એકાંત માણવા આવતા યુગલ પાસેથી રૂ. 500 જેટલી રકમ વસૂલ કરવામાં આવતી હતી.