રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 જાન્યુઆરી 2021 (14:55 IST)

અમદાવાદ કોર્પોરેશને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પાછળ 9 કરોડનો ખર્ચ કર્યો, RTIમાં ખુલાસો

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આજે વિદાય થઈ રહી છે અને નવા રાષ્ટ્રપ્રમુખ તરીકે જો બાઈડન શપથ લઈ રહ્યાં છે ત્યારે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ગત ફેબૃઆરી માસમાં અમદાવાદ ખાતે મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે આવ્યાં હતાં. જેની પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રૂપિયા 9 કરોડનો તોતિંગ ખર્ચ કર્યો હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદના એક RTI એક્ટિવિસ્ટે કરેલી RTIમાંથી મળેલી માહિતી મુજબ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પાછળ AMCએ રૂપિયા 9.1 કરોડ જેટલો ખર્ચ કર્યો હતો. જેમાં રસ્તાના રીસર્ફેસિંગ માટે 7 કરોડ રૂપિયા ખર્ચ્યા હતાં. તમામ બ્રિજ પર રીપેરિંગ અને કલરકામ પાછળ રૂપિયા 12.90 લાખનો તોતિંગ ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે ખાલી હોર્ડિંગ્સ પાછળ રૂપિયા 50 હજારનો ખર્ચ કરવામાં આવ્યો હતો. સરકારે ગત વિધાનસભામાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પાછળ રૂપિયા 12 કરોડ ખર્ચ્યા હોવાનું જણાવ્યું હતું. જેમાં 8 કરોડ સરકારે અને 4 કરોડ AMCએ ભોગવ્યા હતા. RTI એક્ટિવિસ્ટ રાજ સિસોદિયાએ જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પના આગમન સમયે કોર્પોરેશન દ્વારા કરવામા આવેલા ખર્ચ માટે કરેલી RTIમાંથી મળેલી માહિતીમાં કોર્પોરેશને આપેલી વિગતોમાં સ્પષ્ટ પણે જણાવ્યું છે કે ટ્રમ્પ પાછળ AMCએ 9 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કર્યો હતો. જેમાં સૌથી વધુ ખર્ચ રસ્તાના રીસર્ફેસ પાછળ કરવામાં આવ્યો હતો.  અમેરિકાના રાષ્ટ્રપ્રુમખ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસ છોડવાની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે સામે આવ્યું છે કે, તેમની અમદાવાદ મુલાકાત AMCને 9.01 કરોડ રૂપિયામાં પડી છે. ગયા વર્ષે 24-25 ફેબ્રુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસે હતા અને તેના ભાગરૂપે અમદાવાદ પણ આવ્યા હતા. 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ભોગવેલા ખર્ચની વિગતવાર માહિતી શહેરના જ એક RTI અરજદારે આપી છે. RTIની માહિતી પ્રમાણે, રસ્તાના સમારકામ પાછળ 7.86 કરોડ રૂપિયા, લોકોને લાવવા લઈ જવા માટે AMTS બસનો ખર્ચ રૂપિયા 72 લાખ થયો હતો.  અમદાવાદ શહેરમાં કેટલીક જગ્યાએ સાફ-સફાઈ કરાવાનો તેમજ મોટેરા સ્ટેડિયમથી સાબરમતી આશ્રમ સુધીના ટ્રમ્પના રૂટ પર લગાવેલા પબ્લિસિટી મટિરિયલ સંબંધિત ખર્ચ થયો હતો. જેમાં સહયોગ પ્લાઝા થી માધવ પ્લાઝા 
જનપથ હોટેલ થી સારથી બંગ્લોઝ સુધી 1.07 કરોડ, મોટેરા ગામ થી SBI બેંક, 
કેના બંગલોઝથી મોટેરા ગામ, 
આશારામ ચાર રસ્તાથી મેધીબા નગર
 2.85 કરોડ, 
આશારામ ચાર રસ્તાથી 4D સ્કવેરમોલ સુધી રૂપિયા 
1.51 કરોડ રસ્તા રીસર્ફેસ પાછળ ખર્ચવામાં આવ્યા હતાં.માઈક્રો રીસરફેસિંગ
નો ખર્ચ ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ 4 લાખ, જનપથ હોટેલ થી ઝુંડાલ સર્કલ, અશોક વિહાર સર્કલથી મોટેરા ગામ
, એસ મોલથી મોટેરા ગામ,
સુભાષબ્રિજ સર્કલથી ગાંધી બ્રિજ, 
વિસતથી તપોવન સર્કલનો 
કુલ ખર્ચ
 2.3 કરોડ રૂપિયા થયો હતો. જ્યારે પીવાના પાણીનો ખર્ચ 26.2 લાખ, મોટેરા સ્ટેડિયમના સેનિટાઈઝેશનનો ખર્ચ 6.49 લાખ રૂપિયા અને ટ્રમ્પના રૂટ પર આવતા બે બ્રિજના રિપેરિંગ અને રંગરોગાન કરાવાનો ખર્ચ 11 લાખ રૂપિયા હતો.