રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 15 માર્ચ 2022 (13:11 IST)

પાટીદાર આગેવાન અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસનો મુખ્યમંત્રી પદનો ચહેરો બની શકે

ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને પાટીદાર અગ્રણી નરેશ પટેલને વિવિધ પક્ષો દ્વારા પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણ આપવમાં આવી રહયા છે. કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ નરેશ પટેલને પાર્ટીમાં સામેલ થવા આમંત્રણ આપી દીધું છું. આ બધા વચ્ચે નરેશ પટેલે દિલ્હીની ઉડતી મુલાકાત લીધી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

આ મુદ્દે નરેશ પટેલે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે,રાજકારણ અંગે સમાજ મને આદેશ કરશે, હું સમાજને પૂછીને નિર્ણય કરીશ. આ દરમિયાન તેઓ કોંગ્રેસના નેતાઓને મળ્યા હોવાની પણ ચર્ચા છે. બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવા માટેની પૂર્વભૂમિકા લગભગ તૈયાર હોય તેવું લાગી રહ્યું છે, જેથી હોળી પછી કઈંક નવા-જૂની થવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. ભાજપના પાટીદાર કાર્ડને નબળું કરવા કોંગ્રેસ ખોડલધામ નરેશને ડે.સીએમ કે સીએમના ચહેરા તરીકે જાહેર કરે તો પણ નવાઈ નહિ.આ સાથે પાટીદાર અનામત આંદોલનના કેસને લઇને પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં સરકાર કેસ પરત ખેંચવાની કાર્યવાહી વેગીલી બની જિલ્લા કલેકટર સાથે વિડીયો કોન્ફરન્સથી કેસની વિગત માંગી છે. છેલ્લા 4 મહિનાથી પાસ અને પાટીદાર ધાર્મિક સંસ્થા ખોડલધામ અને ઉમિયાધામની સરકાર પાસે પાટીદાર અનામત આંદોલનના કેસ પાછા ખેંચવાની માંગ કરી હતી. વિધાનસભાની ચૂંટણીના વર્ષ માં પાટીદાર અનામત આંદોલન પરત ખેંચાશે તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે. અને તેના પર રાજકીય અને સામાજિક આગેવાનો મીટ માંડીને બેઠા છે.પ્રાપ્ત માહિતી અનુસાર નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવાનુ રાજકારણ તેજ બન્યુ છે.

કોંગ્રેસના નેતાઓ નરેશ પટેલને પક્ષમાં લાવવા માંગ કરી રહ્યાં છે. આ દરમિયાન નરેશ પટેલ દિલ્હીમાં સામાજિક પ્રસંગ માટે ગયા હોવાનું જાણવા મળ્યું છે. જયાં તેઓ રાજકીય મુલાકાત કરી હતી. બીજી તરફ એવી પણ શકયતા સેવાઈ રહી છે કે, હોળી પછી નરેશ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ શકે છે. સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે, કોંગ્રેસ નરેશ પટેલને મોટું પદ પણ આપી શકે છે.