ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 10 સપ્ટેમ્બર 2019 (19:01 IST)

New Traffic Rules - ગુજરાતની BJP સરકારે બદલો કાયદો, ઘટાડી દીધા દંડના રેટ

ગુજરાતની બીજેપી સરકારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલ મોટર વ્હીકલ એક્ટમા ફેરફાર કર્યો છે. ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ મોટ વ્હીકલ સંશોધન અધિન્યમમાં ફેરફાર કરતા ગુજરાતવાસીઓને રાહત આપવાની વાત કરી છે. 
 
ગુજરાત સરકારે આજે મહત્વની જાહેરાત કરી ગુજરાતના લોકોને રાહત આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પત્રકાર પરિષદ કરી જણાવ્યું છે કે ગુજરાત સરકારે આ મામલે નવા કાયદાની 50 કલમમોમાં ફેરફાર કરી અને દંડની રકમમાં ઘટાડો કર્યો છે.
 
કેંદ્ર સરકારના નવા ટ્રાફિક નિયમોના લઈને નવી માંડવાળ ફી નક્કી કરાઈ છે. રસ્તા ઉપર પુર ઝડપે બાઈક ચલાવવું, રેસ કરવી, દારૂ પી ને વાહન ચલાવવું આવા કિસ્સામાં સરકાર કડકાઈથી કામ લેશે.
નવા નિયમોઃ
 
-લાયસન્સ, વીમો, PUC, R.C. બુક ન હોય તો પ્રથમ વખત રૂ.500 દંડ
-લાયસન્સ, વીમો, PUC, R.C. બુક ન હોય તો બીજી વખત રૂ.1000 દંડ
-અડચણરૂપ પાર્કિંગ પ્રથમ વખત રૂ.500, બીજી વખત રૂ.1000 દંડ
-કાચ પર ડાર્ક ફિલ્મમાં પ્રથમ વખત રૂ.500, બીજી વખત રૂ.1000
-ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા પ્રથમ વખત રૂ.500, બીજી વખત રૂ.1000
-હેલ્મેટ ન પહેર્યું હોય તો રૂ.500 દંડ
-સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો રૂ. 500નો દંડ
-બાઈક પર 3 સવારી રૂ.100 દંડ
-ભયાનક રીતે વાહન ચલાવવું થ્રી વ્હીલર રૂ.1500, LMV રૂ.3000 દંડ
-ઓવરસ્પીડમાં ટુ, થ્રી વ્હીલર અને ટ્રેક્ટરને રૂ.1500 દંડ
-ઓવરસ્પીડમાં લાઈટ મોટર વ્હીકલને રૂ. 2000, અન્યને રૂ.4000નો દંડ
-લાયસન્સ વગર ટુ અને થ્રી વ્હીલરને રૂ.2000, ફોર વ્હીલરને રૂ.3000 દંડ
-રજિસ્ટ્રેશન વગરના વાહનને ટુ વ્હીલરમાં રૂ.1000, થ્રી વ્હીલર 2000
-રજિસ્ટ્રેશન વગરના વાહનને ફોર વ્હીલરને 3000, અન્યને રૂ.4000 દંડ
–ટુ વ્હીલરમાં પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત નહીં
-ડિજિટલ ડાયરીમાં ડોક્યુમેન્ટ પુરાવા તરીકે માન્ય રહેશે