Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપ સરકારની ધરમ કરતાં ધાડ પડી જેવી દશા, અછત જાહેર કરવા ખુદ ભાજપના ધારાસભ્યોની માંગ

બુધવાર, 24 ઑક્ટોબર 2018 (12:23 IST)
ઓછા વરસાદને કારણે અત્યારથી જ ગુજરાતમાં દુકાળના ડાકલાં વાગી રહ્યાં છે. નાયબ મુખ્યમંત્રીએ ૫૧ તાલુકાઓમાં અછતગ્રસ્ત જાહેર કર્યા હતાં. અછત જાહેર કર્યા બાદ ખુદ ભાજપના ધારાસભ્યોએ પોતાના મતવિસ્તારમાં અછત જાહેર કરવાની માંગ કરી છે. 
એટલું જ નહીં,ધારાસભ્યો એવુ કહેવા માંડયા છે કે, આ તો કોકને સાચવવા અને આંદોલન થાળે પાડવા અછત જાહેર કરવામાં આવી છે. નવાઇની વાત એછેકે,જયાં કોંગ્રેસી ધારાસભ્યોએ આંદોલન કર્યું તે તમામ વિસ્તારોને અછતગ્રસ્ત વિસ્તારમાં આવરી લેવાયા છે.
સુરેન્દ્રનગર,પાટણ,બનાસકાંઠા,મો
રબી,કચ્છ અને અમદાવાદ જિલ્લામાં કોંગ્રેસી ધારાસભ્યોએ સરકારમાં સતત રજૂઆતો કરી,એટલુ જ નહીં,પણ આંદોલનો કર્યાં,ધરણાં,ઉપવાસ,જળસમાધિ સહિત વિરોધ પ્રદર્શન કર્યા હતાં જેના કારણ મોટાભાગના વિસ્તારોને અછતગ્રસ્ત વિસ્તારો જાહેર કરાયા હતાં.
કોંગ્રેસનુ કહેવુ છે કે, ખેડૂતો,માલધારી,ગામડાની જનતા માટે કરાયેલાં આંદોલન સામે સરકાર ઝૂકી પડી છે. આમ છતાંય કોંગ્રેસી ધારાસભ્યોને આરોપ છેકે, કેટલાંય તાલુકાઓમાં વિકટ પરિસ્થિતી છે તેમ છતાંય સરકારે ભેદભાવ દાખવી અછતગ્રસ્ત વિસ્તારોમાં સમાવેશ કર્યો નથી.
આ તરફ, ભાજપના ધારાસભ્યો જાહેરમાં તો વિરોધ કરી શકે તેમ નથી. પણ પત્રો લખીને રજૂઆત કરવા માંડયા છે. તેમનુ કહેવુ છેકે, આંદોલનો શાંત પાડવા અમુક વિસ્તારોને અછતગ્રસ્ત વિસ્તારોમાં સમાવી લેવાયા છે. અમારા વિસ્તારમાં ય ઓછો વરસાદ પડયો છે.પાણી-ઘાસચારાની સમસ્યા છે.આમ છતાંય સરકાર અછત જાહેર કરતી નથી. 
કોંગ્રેસના મતવિસ્તારોને જ અછતમાં આવરી લેવાયા છે.હવે સરકાર માટે નવી મુસીબત ઉભી થઇ છે કેમકે, બધાય વિસ્તારોને અછતમાં આવરી શકાય તેમ નથી પરિણામે સરકાર માટે ધરમ કરતાં ધાડ પડી હોય તેવી સ્થિતીનું નિર્માણ થયુ છે. આગામી દિવસોમાં અછતગ્રસ્ત જિલ્લો-તાલુકો જાહેર કરવાના મુદ્દે સરકાર સામે લડતના મંડાણ શરુ થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવાઇ રહી છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - લગ્ન પાર્ટીમાં

ગુજરાતી જોક્સ - દારૂડિયા

ગુજરાતી જોક્સ - દારૂ અને પાણી

કરણ જોહરે શાહરૂખ ખાનથી લઈને આલિયા ભટ્ટને કર્યા અનફોલો, કારણ જાણીને હેરાન થઈ જશો

ગુજરાતી જોક્સ- ત્રણસો રૂપિયા લાવો

આગળનો લેખ
Show comments