1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 27 ડિસેમ્બર 2018 (12:17 IST)

પાકિસ્તાનની મરીન સિક્યોરિટી એજન્સીએ ગુજરાતના કચ્છમાં ઘૂસી માછીમારો પર ફાયરિંગ કરી લૂંટ ચલાવી

ગુજરાતમાં કચ્છ નજીક દરિયાઇ સહરદમાં ઘૂસી પાકિસ્તાને ભારતીય બોટ પર ગોળીબાર કર્યો છે. ગઇકાલે રાત્રે જખૌની પાસે આંતરરાષ્ટ્રીય જળ સરહદમાં હાજર ભારતીય ફિશિંગ બોટ પર ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાનની મરીન સિક્યોરિટી એજન્સીએ ભારતીય બોટ પર ફાયરિંગ કરીને ભારતની બંને બોટમાં લૂંટ ચલાવી હતી. લૂંટ ચલાવી બંને બોટમાંથી જીપીએસ સિસ્ટમ અને માછીમારી કરેલા માલની લૂંટ કરી છે. નફ્ફટ પાકિસ્તાન હવે પોતાનું પેટ ભરવા ભારતીય માછીમારોને લૂંટી લે છે. પાકિસ્તાનની આ નાપાક હરકત બાદથી આ વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે. આવું કંઇ પહેલી વખત નથી બન્યું અગાઉ પણ પાકિસ્તાને ભારતીય ફિશિંગ બોટ પર ગોળીબાર કર્યો છે અને માછીમારોને હેરાન-પરેશાન કર્યા છે. ગઇ 30મી સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાને 22 ભારતીય માછીમારોને કથિત રીતે પાક સરહદમાં ઘૂસી માછલી પકડવાના મામલામાં ઝડપી લીધા હતા. પાકિસ્તાન મેરીટાઇમ સિક્યોરિટી એજન્સીના કર્મચારીઓએ આ માછીમારોની ધરપકડ કરી હતી.