શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 8 ડિસેમ્બર 2018 (13:46 IST)

બેરોજગારોના રૂપિયાથી ગુજરાત સરકારની તિજોરી છલકાઈ

ગુજરાતના બે રોજગારો થકી રાજ્ય સરકારની તીજોરીને તગડી આવક થઇ છે. છેલ્લાં કેટલાક સમયમાં રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી. જેમાં લાખો નોકરી વાંચ્છુઓએ અરજી કરતાં સરકારની તિજોરીમાં કરોડો જમા રૂપિયા થયા છે. સરકારની નોકરીની કુલ 22,767 જગ્યાઓ માટે રાજ્યના 81.12  લાખ લોકોએ અરજી કરી છે. 

ગુજરાતમાં દિવસે દિવસે બેકારીનો આંકડો વધતો જાય છે. જે સાબિત કરે છે રાજ્ય સરકારની છેલ્લાં કેટલાક વર્ષમાં આવેલી સરકારી નોકરીની જાહેરાત અને તેમાં રાજ્યના લાખો યુવાનોએ કરેલી અરજી આંકડા સરકારની નોકરીની છેલ્લી 19 ભરતીની વાત કરવામાં આવે તો 19 ભરતીની 22,767 જગ્યા માટે રાજ્યના 81 લાખથી વધારે લોકોએ ઉમેદવાર કરી. ઝી ન્યૂઝના એક અહેવાલ પ્રમાણે જોઈએ તો આ આંકડા પરથી અંદાજ લગાવી શકાય કે એક જગ્યા માટે કેટલા લોકો દાવેદારી કરી રહ્યાં છે. તો બીજી તરફ, લાખો બેરોજગારોએ ભરેલી ફીથી સરકારને કરોડોની કમાણી થઇ છે. તો જોઈએ કઈ અરજીની ફોર્મથી કેટલી આવક થઈ છે. પંચાયતી તલાટી વર્ગ ૩ અને જુનિયર ક્લાર્ક વર્ગની 1,819 જગ્યા માટેના ૨૩ લાખ ઉમેદવારોની ફોર્મ ફીથી સરકારને ૨૫ કરોડથી વધુની આવક થઈ
બિન સચિવાલય કારકુન વર્ગ ૩ની 221 જગ્યા માટેના 12 લાખ ઉમેદવારોની ફોર્મ ફીથી સરકારને 13 કરોડથી વધારેની આવક. લોક રક્ષકની 9713 જગ્યા માટેના ૮.૭૬ લાખ ઉમેદવારોની ફોર્મ ફીથી સરકારને 9 કરોડથી વધારેની આવક; વન રક્ષકની 334 જગ્યા માટેના ૬ .૨૫ લાખ ઉમેદવારોની ફોર્મ ફીથી સરકારને ૭ કરોડની આવક. મુખ્ય સેવિકાની 512 જગ્યા માટેના 2 લાખ ઉમેદવારોની ફોર્મ ફીથી સરકારને ૨ કરોડ ૨૪ લાખની આવક
નાયબ ચીટનીસની 77 જગ્યા માટેના ૩ લાખ ઉમેદવારોની ફોર્મ ફીથી સરકારને ૩ કરોડ ૩૬ લાખની આવક જીપીએસસી 1 અને 2ની 294 જગ્યા માટેના ૪ લાખ ઉમેદવારોની ફોર્મ ફીથી સરકારને ૪ કરોડ ૮૦ લાખની આવક ટેટ-1ની 3262 જગ્યા માટેના 1 લાખ 80 હજાર ઉમેદવારોની ફોર્મ ફીથી સરકારને ઉમેદવારોની ફોર્મ ફીથી 4 કરોડ 71 લાખની આવક ટેટ-2 ની 2460 જગ્યા માટેના 1 લાખ 47 હજાર ઉમેદવારોની ફોર્મ ફીથી સરકારને 3 કરોડ 85 લાખની આવક
નાયબ મામલતદારની 412 જગ્યા માટેના 4 લાખ 25 હજાર ઉમેદવારોની ફોર્મ ફીથી સરકારને 4 કરોડ 76 લાખની આવક ફાર્માસિસ્ટની 115 જગ્યા માટેના 80 હજાર ઉમેદવારોની ફોર્મ ફીથી 8 લાખ 96 હજારની આવક સ્ટાફ નર્સ વર્ગ-3ની 700 બેઠકો માટેના એક લાખ ઉમેદવારોની ફોર્મફીથી એક કરોડ 12 લાખની આવક ગુજરાત હાઇકોર્ટ પટવાળા વર્ગ-4ની 1149  બેઠક માટેના એક લાખ ઉમેદવારોના ફોર્મફી થી સરકારને 3 કરોડ 60 લાખની આવક વિસ્તરણ અધિકારી વર્ગ 3ની 37 જગ્યા માટેના એક લાખ 20 હજાર ઉમેદવારોની ફોર્મ ફી થકી સરકારને 1 કરોડ 34 લાખની આવક
ચીફ ઓફિસર વર્ગ-3ની 51 જગ્યા માટેના 64 હજાર ઉમેદવારોના ફોર્મ ફી થકી સરકારને 7 લાખ 16 હજારની આવક મોટર વ્હીકલ આસિસ્ટંટ ઇન્સ્પેક્ટરની 25 જગ્યા માટેના 61 હજાર ઉમેદવારોના ફોર્મ ફી થકી સરકારને 6 લાખ 72 હજારની આવક જમાદાર વર્ગ-3ની 35 જગ્યા માટેના 3 લાખ 20 હજાર ઉમેદવારોના ફોર્મ ફી થકી સરકારને 3 કરોડ 58 લાખની આવક રાજ્યવેરા નિરીક્ષણ વર્ગ-3ની 200 જગ્યા માટેના બે લાખ ઉમેદવારોના ફોર્મ થકી સરકારને 2 કરોડ 24 લાખની આવક
આમ જોવામાં આવે તો છેલ્લી સરકારની નોકરીની 19 ભરતીથી બેરોજગારોના ખિસ્સામાંથી 90 કરોડથી વધારેની રકમ સેરવી લેવાઇ છે. જાણીને નવાઇ લાગશે કે હજુ સુધી આ સરકારી નોકરીની ભરતીની મોટાભાગની નોકરીની પરીક્ષાઓ લેવાઇ નથી. તો ક્યાંક પરીક્ષા પેપર લિક થવાના કૌભાંડો બહાર આવ્યા છે. તાજેતરમાં જ લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લિક કૌભાંડ તેનું મોટું ઉદાહરણ છે.