શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 સપ્ટેમ્બર 2017 (14:06 IST)

લોકોની આસ્થાને ઠેસ પહોંચે તે રીતે બાપાને AMCએ આપી વરવી વિદાય

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લોકોએ ઢોલ-નાગારા સાથે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું.  બીજા દિવસે બુધવારે સવારે  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્લુડોઝરમાં મૂર્તિઓ ઉપાડી ડમ્પરમાં નાંખવામાં આવી રહી હતી. તમારા ઘરના ગણેશજીને AMCએ આવી વરવી વિદાય આપી હતી. દસ દિવસ સુધી વિઘ્નહર્તાની સ્થાપના-પૂજા-અર્ચના કર્યા બાદ મંગળવારે અનંત ચૌદશના દિવસે અમદાવાદીઓએ બાપ્પા મોરયાને વિદાય આપી હતી.

શહેરભરના ભાવિકોએ પોતપોતાના ઘરોમાં અને સાર્વજનિક રીતે ગણપતિ દાદાનું સ્થાપન કર્યુ હતું. ચૌદસે શુભમુહૂર્તમાં દાદાનું રંગેચંગે નાચતા ગાચતા ભાવિકોએ નદીમાં વિસર્જન કર્યું છે. મંગળવારે ભદ્રા દોષ લાગતો હોવાથી મોટાભાગના લોકોએ બપોર પહેલા વિસર્જન કર્યુ હતું. ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પવિત્ર વિસર્જન કુંડના સર્જન કરવામાં આવ્યા હતા. આ પવિત્ર વિસર્જન કુંડમાંથી ગણેશજીની મૂર્તિઓને જેસીબીથી નિકાલ કરવામાં આવ્યો હતો. નિકાલ કરવાના દ્રશ્યો જોઈને ગણેશ ભક્તો ફરી ક્યારેય આવી જગ્યાએ વિસર્જન કરવાનું નહીં વિચારે. કેટલી દુઃખદ વાત છે કે જેને ભગવાન માનીને મૂર્તિકાર અપાયા બાદ વિસર્જન કર્યા બાદ ખંડિત મૂર્તિઓને લોકોની આસ્થાને ઠેસ પહોંચે તે રીતે કુંડોમાંથી ખસેડવામાં આવી હતી.