મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 10 જાન્યુઆરી 2018 (12:17 IST)

કૉંગ્રેસનું હવે ગુજરાતનાં મંદિરોમાં નવસર્જન ૧૪૮ મંદિરોને પૂજાની કિટ્સ ભેટમાં આપશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે સોફ્ટ હિન્દુત્વનો માર્ગ અપનાવ્યો હતો. કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણીના પ્રચારાર્થે આવ્યા હતા ત્યારે સોમનાથ, દ્વારકાધીશ, ડાકોર અને અંબાજી સહિતના મંદિરોમાં જઈને પૂજા-અર્ચના કરી હતી. કૉંગ્રેસે સોફ્ટ હિન્દુત્વ અપનાવતા ચૂંટણીમાં કૉંગ્રેસને ૮૦ જેટલી બેઠક પર વિજય પ્રાપ્ત થયો હતો. હવે કૉંગ્રેસ દ્વારા શ્રીરામ સૂર્યોદય સંધ્યા આરતી કમિટીની રચના કરી છે.

ગામડાઓમાં રામ મંદિરોની કાયાકલ્પ માટે કમિટી કામ કરશે. સૌરાષ્ટ્રના ૧૪૮ ગામોના મંદિરોમાં પૂજા કિટ અપાશે. કિટમાં શંખ, ઝાલર, નગારા અને પૂજા માટેની સામગ્રી હશે. ગુજરાતમાં કૉંગ્રેસ હિંદુત્વના માર્ગે આગળ વધી રહી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસ હિંદુત્વના માર્ગે આગળ વધી આગામી ચૂંટણીમાં કૉંગ્રેસનો ડંકો વગાડવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં કૉંગ્રેસ દ્વારા જે રીતે રાહુલ ગાંધીને પ્રોજેક્ટ કરવામાં આવ્યા તે જોતાં, કૉંગ્રેસની નીતિઓમાં ધરમૂળથી ફેરફાર આવી રહ્યા હોવાનું પ્રતીત થઈ રહ્યું હતું. ગુજરાતમાં કૉંગ્રેસ ભલે હારી પણ જે રીતે તેને લાભ થયો છે તે જોતાં કૉંગ્રેસે હવે નવી રણનીતિ અપનાવી છે. જે અનુસાર, કૉંગ્રેસ પ્રચાર-પ્રસારના ભાગ રૂપે હવે સૌરાષ્ટ્રના ૧૪૮ ગામડાઓમાં મંદિરોમાં પૂજા કીટ આપશે. કિટમાં શંખ, ઝાલર, નગારા, સજાવટનો સામાન આપવામાં આવશે. કૉંગ્રેસ આ પૂજન કિટના વિતરણ થકી તે હિંદુ વિરોધી પક્ષ હોવાની માન્યતા દૂર કરવા પ્રયાસ કરશે. કૉંગ્રેસમાં આ માટે શ્રી રામ સૂર્યોદય સંધ્યા આરતી કમિટીની રચના કરાશે. રામ મંદિરોના કાયાકલ્પ માટે કમિટીની રચના કરવામાં આવશે. ગુજરાતમાં ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી અનેક મંદિરોમાં ગયા હતા અને કૉંગ્રેસ માટે તેમ જ તેમના માતાના સ્વાસ્થ્ય માટે આશીર્વાદ માગ્યા હતા. જેને પગલે ચૂંટણીમાં કૉંગ્રેસને લાભ પણ થયો હતો. કૉંગ્રેસ સોફ્ટ હિંદુત્વની નીતિ આગામી સમયમાં ચાલું જ રાખશે. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, પૂજા માટે ઉપયોગમાં આવતી શંખ, ઝાલર, નગારા સહિતની સામગ્રી આ કિટમાં છે.