શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 જાન્યુઆરી 2018 (13:07 IST)

અમદાવાદ એરપોર્ટ નજીક ચિંતાજનક હદે વધી રહ્યું છે જોખમ

અમદાવાદ એરપોર્ટ પર રખડતી ગાયને કારણે બે ફ્લાઈટને મુંબઈ ડાઈવર્ટ કરવી પડી હોવાના અને અનેક ફ્લાઈટ ડિલે થયાના રિપોર્ટ બાદ ગુજરાત ઈકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં પ્રકાશમાં આવ્યું છે કે અમદાવાદ એરપોર્ટની આસપાસ 36 જેટલા પક્ષીઓની પ્રજાતિઓ, વાંદરા, નોળિયા, સસલા વગેરે પ્રાણીઓનો વાસ છે. આ વિસ્તારમાં 5000 જેટલા પક્ષીઓ છે તેમાં મોટી સંખ્યા કાળી સમડીઓ પણ છે.

ઓગસ્ટ 2017માં 5199 પક્ષીઓ અને 36 પ્રજાતિઓ મળી આવી હતી જેમાં 5000 જેટલા ગુલાબી વૈયાનો સમાવેશ થાય છે. 2015 ઓગસ્ટમાં 55 પ્રજાતિઓના 788 પક્ષીઓ હતા જેમાં 102 સમડીઓનો સમાવેશ થાય છે.અભ્યાસ મુજબ પક્ષીઓ ઉપરાંત એરપોર્ટના રન-વે પર જીવજંતુઓની પણ ઘણી પ્રજાતિ મળી આવે છે જેને કારણે પક્ષીઓ મોટી સંખ્યામાં આકર્ષાય છે. રિપોર્ટ સૂચવે છે કે સાચા ઘાંસને બદલે આર્ટિફિશિયલ ઘાંસ કે કવર મૂકાવુ જોઈએ. તે એરપોર્ટ માટે વધુ સુરક્ષિત છે. તેને કારણે જંતુઓનો વિકાસ નથી થતો અને પક્ષીઓ આકર્ષાતા નથી. GEERની ટીમના રિપોર્ટ મુજબ આ વિસ્તારમાં ઈન્દ્રાયણના છોડ મળી આવ્યા હતા જે જીવજંતુઓનો મુખ્ય ખોરાક છે. રિપોર્ટમાં આ છોડ હટાવી દેવાની સૂચના આપવામાં આવી છે. રિપોર્ટ મુજબ એરપોર્ટ આસપાસનું ઘાંસ હટાવી દેવાથી સમસ્યા હળવી થઈ શકે છે. વળી, ઘાંસની ઊંચાઈ પર પણ ખાસ ધ્યાન આપવુ જોઈએ કારણ કે ઊંચા ઘાસમાં નાના નાના પ્રાણીઓ રહેતા હોય છે. રિપોર્ટ્સ સૂચવે છે કે સવારે ઘાસ કાપવાથી સમડી આકર્ષાઈને આવે છે જે કટિંગ મશીનની આસપાસ મંડરાયા કરે છે અને તેને કારણે એરક્રાફ્ટ માટે સમસ્યા ઊભી થાય છે.