શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 માર્ચ 2018 (14:55 IST)

મહિલા દિન - ગુજરાતમાં રોજ 18 જેટલી મહિલાઓ ગુમ થાય છે. અમદાવાદનું સ્થાન મોખરે

ગુજરાતમાં  એક ચોંકાવનરો આંકડો સામે આવ્યો છે. ગુજરાત વિધાનસભામાં રજુ કરવામાં આવેલા આંકડા અનુસાર, ગુજરાતમાં દરરોજ લગભગ 18 મહિલાઓ ગુમ થાય છે.પાછલા બે વર્ષમાં 13,574 મહિલાઓ રાજ્યમાં ગુમ થઈ છે. જોકે આમાંથી 10,479 મહિલાઓ પાછી આવી ગઈ છે અથવા શોધી કાઢવામાં આવી છે. પરંતુ આ આંકડો ખરેખર ચિંતાજનક છે. વિધનસભામાં રજુ કરવામાં આવેલા આંકડા અનુસાર, અમદાવાદમાંથી સૌથી વધારે મહિલાઓ ગુમ થઈ છે, આ આંકડો(2908) છે, ત્યારપછી સુરત(2626), રાજકોટ(1177), મેહસાણા(873), વડોદરા(858), ગાંધીનગર(630), આણંદ(559), કચ્છ(387) છે.અમદાવાદ શહેરમાં 2016માં 1119 મહિલાઓ ગુમ થઈ હતી, જે આંકડો 2017માં વધીને 1507 થયો છે.

અમદાવાદ ગ્રામીણની વાત કરીએ તો, 2016માં આંકડો 136 હતો, જે 2017માં વધીને 146 થયો છે. પાછલા બે વર્ષમાં અમદાવાદ અને ગાંધીનગરમાંથી ગુમ થયેલી 3538 મહિલાઓમાંથી માત્ર 2772 મહિલાઓ પાછી આવી છે.ગુજરાતમાં સ્ત્રી-પુરુષના રેશિયોમાં જે અસમાનતા છે તેના કારણે આ સમસ્યા ઉભી થઈ છે. અને ઓટોમોબાઈલ તેમજ મોબાઈલ ક્રાંતિને કારણે પહેલાની સરખામણીમાં ઘરેથી નીકળી જવું વધારે સરળ બની ગયું છે.વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સરકાર પર પ્રહાર કરતાં કહે છે કે, આ સરકાર મહિલા સંમેલનનું આયોજન કરવામાં અને નવા નવા સૂત્રો આપવામાં માને છે, પરંતુ મહિલાઓની સુરક્ષા પુરી પાડવામાં નહીં. ગૃહમંત્રી આ વિષય પર જણાવે છે કે, સરકાર ગુમ થયેલી મહિલાઓની ડીટેલ્સ દૂરદર્શન અને લોકલ ચેનલ્સ પર પબ્લિશ કરે છે. આ સિવાય દરેક જિલ્લામાં આ મહિલાઓની ડીટેલ્સ મોકલવામાં આવે છે. આ સિવાય મહિલાઓને શોધવા માટે પોસ્ટર્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે.