શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 23 એપ્રિલ 2018 (15:10 IST)

ઘોર કળિયુગ: પાટણમાં 22 વર્ષના પુત્રે માતા પર બળાત્કાર ગુજાર્યો

પિતા દ્વારા પુત્રી પર બળાત્કાર, કાકા દ્વારા ભત્રીજી પર બળાત્કાર જેવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે, પાટણની ઘટનાએ તો તમામ હદો વટાવી દીધી છે. અહીં સગા પુત્રે માતા પર બળાત્કાર કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના પાટણના જળચોક વાડિયાવાસ વિસ્તારમાં બની છે જ્યાં 22 વર્ષીય સગા પુત્રએ માતા ઉપર બળાકત્કાર ગુજાર્યો છે. માનસિક રીતે વિકૃત મગજના યુવાને મોડી રાત્રે માતા જ્યારે નિદ્રામાં હતી તે દરમિયાન તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. સમગ્ર મામલે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસે માતા અને પુત્રના મેડીકલ ચેકઅપની તજવીજ હાથ ધરી હતી. આ યુવાન ગામની મોબાઈલની દુકાનમાં નોકરી કરતો હતો. જોકે આ મામલે ગામ લોકો કશું જ બોલવા માટે તૈયાર નથી. પોલીસે કલાકોમાં આરોપી કપૂતને પકડી પાડ્યો હતો અને આ કૃત્ય કર્યું હોવાનું કપૂતે પોતાના મોઢાથી કબૂલ્યું હતું. પોલીસે તેને કોર્ટમાં હાજર કર્યા બાદ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. પાટણમાં પોતાની જનેતા સાથે હવસમાં ભાન ભૂલેલા કપૂતે દુષ્કર્મ આચર્યું હોવાનું ખુદ માતાએ પોલીસ મથક આવી ઘટસ્ફોટ કરતા પોલીસ પણ ચોકી ઊઠી હતી અને સમગ્ર મામલે માતાએ ફરિયાદ નોધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં શહેરમાંથી પાટણ પોલીસે તેને દબોચી લીધો હતો અને માતા સહિત પુત્ર બન્નેના મેડીકલ ચેકઅપ બાદ નિવેદનો લઇ આગળની તપાસ કરી હતી.