ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 24 એપ્રિલ 2018 (13:07 IST)

જાણો કઈ બાબતે ગુજરાત દેશમાં નંબરવન બની ગયું.

પહેલી એપ્રિલથી લાગુ થયેલી ઈ-વે બિલની વ્યવસ્થાનો પહેલા ત્રણ વીકનો રિપોર્ટ આવી ગયો છે. જેમાં ઈ-વે બિલ કાઢવા મામલે 10 રાજ્યોનો 83 ટકા હિસ્સો સામે આવ્યો છે. માત્ર એટલું જ નહીં, આ તમામ રાજ્યોમાં 34.41 લાખ ઈ-વે બિલ સાથે ગુજરાત પહેલા નંબર પર આવ્યું છે. વસ્તુ અને સેવા કર નેટવર્ક (જીએસટીએન)એ જણાવ્યું કે છેલ્લા 3 અઠવાડિયા દરમિયાન જેટલા ઈ-વે બિલ કાઢવામાં આવ્યાં છે, તેમાં 83 ટકા તો ફક્ત દેશના 10 રાજ્યોનો ભાગ છે.

ઈ-વે પોર્ટલ દ્વારા એક એપ્રિલથી 22 એપ્રિલ દરમિયાન કુલ 1.84 કરોડ ઈ-વે બિલ કાઢવામાં આવ્યાં હતાં.જીએસટીએનના આંકડા મુજબ આ દરમિયાન ગુજરાતમાંથી સૌથી વધુ 34.41 લાખ ઈ-વે બિલ કાઢવામાં આવ્યાં છે. જ્યારે 26.23 લાખ ઈ-વે બિલ સાથે કર્ણાટક બીજા ક્રમે છે અને 21.06ના આંકડા સાથે મહારાષ્ટ્ર ત્રીજા નંબરે આવ્યું છે. બીજી બાજુ આ જ સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશમાં 15.49 લાખ, હરિયાણામાં 14.69 લાખ અને દિલ્હીમાં 10.94 લાખ ઈ-વે બિલ કાઢવામાં આવ્યાં.સરકારે 50,000 રૂપિયાથી વધુના માલને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવા માટે એક એપ્રિલથી ઈલેક્ટ્રોનિક વે એટલે કે ઈ-વે બિલ પદ્ધતિ શરૂ કરી હતી. જ્યારે રાજ્યોની અંદર જ માલની હેરફેર માટે આ પ્રણાલી 15 એપ્રિલથી શરૂ થઈ છે. અત્યાર સુધી 12 રાજ્યોએ રાજ્યની અંદર માલની હેરફેર માટે ઈ વે બિલને ફરજીયાત કર્યુ છે.ઈ-વે બિલ એક દસ્તાવેજ છે. આ દસ્તાવેજ 50,000 રૂપિયાથી વધુની કિંમતનો સામાન અથવા વસ્તુ ટ્રાન્સપોર્ટર દ્વારા સપ્લાય કરનારા લોકો માટે છે. આ ઈ-વે બિલ એક રાજ્યથી બીજા રાજ્યમાં કિંમતી વસ્તુ અથવા સામાનને ટ્રાન્સપોર્ટ કરવા માટે જરૂરી છે, પરંતુ કેટલાંક રાજ્યોમાં આંતરરાજ્ય ટ્રાન્સપોર્ટ માટે પણ તે અનિવાર્ય હશે. હાલમાં 50000 રૂપિયાથી વધુ કિંમતનો સામાનના આંતરરાજ્ય ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા ધીરે ધીરે લાગુ પડશે