બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 એપ્રિલ 2020 (11:42 IST)

રાજ્યના ૨૬ જિલ્લાઓમાં ૩૧ જેટલી ખાનગી હોસ્પિટલો ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને કોરોના કોવિડ-19 અસરગ્રસ્તોની સઘન સારવાર સુશ્રુષા માટે રાજ્યના ર૬ જિલ્લાઓમાં ૩૧ જેટલી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 
 
આ હોસ્પિટલો એપીડેમિક એકટ ૧૮૯૭ અને ધી ગુજરાત એપીડેમિક કોવિડ-19 રેગ્યુલેશન ર૦ર૦ અંતર્ગત કાર્યરત કરવામાં આવી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે રાજ્ય મત્રીમંડળના આ મહત્વપૂર્ણ નિર્ણયની વિગતો પ્રચાર માધ્યમોને આપી હતી.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં આવી ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલોના રોજબરોજના સંચાલન, કામકાજ અને નિયંત્રણ દેખરેખ માટે એક મેનેજમેન્ટ કમિટીની પણ રચના કરી દેવામાં આવી છે. 
 
આવી ડેઝિગ્નેટેડ કોવિડ-19 જાહેર થયેલી આ ખાનગી હોસ્પિટલોના આરોગ્ય, તબીબી, પેરામેડિકલ સ્ટાફને જવાબદારીઓ પણ સોંપી દેવાઇ છે. કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્ય સરકારે જિલ્લા કલેકટરોને તેમના જિલ્લામાં ઉપલબ્ધ કોઇ પણ ડૉકટર અને પેરામેડિકલ સ્ટાફની સેવાઓ આ રોગ નિયંત્રણ હેતુસર લેવા માટેના સત્તાધિકારો પણ આપ્યા છે.રાજ્યમાં હાલની સ્થિતીએ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં કુલ રર૦૦ બેડની ડેડીકેટેડ કોવિડ-19 હોસ્પિટલ કાર્યરત છે. 
 
અન્ય ર૮ જિલ્લામાં કુલ ૩ર૦૦ બેડની ક્ષમતા અને વેન્ટીલેટર તથા ICUફેસેલીટીઝ સાથેની હોસ્પિટલો ખૂબ જ નજીકના ભવિષ્યમાં શરૂ થવામાં છે. રાજ્ય મંત્રીમંડળે ર૬ જિલ્લામાં ૩૧ ખાનગી હોસ્પિટલોને ડેઝીગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કરતાં કુલ ૪૦૬૪ બેડની ક્ષમતા વધવાની છે. આમ, સમગ્ર ગુજરાતમાં કોવિડ-19 કોરોના વાયરસના સંક્રમિત અસરગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે કુલ ૯૪૬૪ બેડની ક્ષમતાવાળી હોસ્પિટલો સાથે ગુજરાત આ મહામારીના પડકારને પહોચી વળવા સજ્જ થયું છે.
 
જે ર૬ જિલ્લાઓમાં ૩૧ ખાનગી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવી છે તેની યાદી પ્રમાણે અરવ્વલી-શ્રી કે.કે. શાહ સાબરકાંઠા આરોગ્ય મંડલ (શ્રીમંત ફતેસિંહરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ વાત્રક (૩૧૨ બેડ), સાબરકાંઠા- મેડીસ્ટાર હોસ્પિટલ હિંમતનગર (૧૦૦ બેડ),  બનાસકાંઠા-ગાંધી લિંકન હોસ્પિટલ ડીસા (૧૦૦ બેડ), પાટણ-પાટણ જનતા હોસ્પિટલ (૨૨૫ બેડ), મહેસાણા-સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ (૩૦૦ બેડ), આણંદ-ઝાયડસ હોસ્પિટલ (૧૧૦ બેડ), ખેડા-ડૉ. એન. ડી. દેસાઇ ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ નડિયાદ (૩૩૩ બેડ), મહિસાગર-કે.એમ.જી. જનરલ હોસ્પિટલ, બાલાસિનોર (૧૦૦ બેડ), પંચમહાલ-શ્રી નારાયણ આઇ હોસ્પિટલ તાજપુરા-હાલોલ (૧૦૦ બેડ), દાહોદ-સમીર ઓર્થોપેડીક હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર (૧૦૦ બેડ), છોટાઉદેપુર- મેડિટોપ લાઇફકેર હોસ્પિટલ (૧૦૦ બેડ) અને ધોકાલિયા પબ્લિક હોસ્પિટલ બોડેલી (૧૦૦ બેડ), નર્મદા-આર્યુવેદિક હોસ્પિટલ રાજપીપળા  (૧૦૦ બેડ), ભરૂચ-જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર (૧૦૦ બેડ) અને તાપી-કાલીદાસ હોસ્પિટલ (વ્યારા-૧૦૦ બેડ), નવસારી-યાસ્ફીન કાર્ડિયાક હોસ્પિટલ (૧૧૦ બેડ) અને ઉદીત હોસ્પિટલ એન્ડ આઇસીયુ (વાંસદા (૧૦૦ બેડ), વલસાડ-શ્રેયસ મેડિકેર હોસ્પિટલ વાપી (૧૦૦ બેડ), અમરેલી-નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ હોસ્પિટલ(૧૫૦ બેડ), બોટાદ-વ્હાઇટ હાઉસ, શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર (૧૦૦ બેડ), જામનગર-આર્મી હોસ્પિટલ (૧૦૦ બેડ), દેવભૂમિ દ્વારકા-સાકેત હોસ્પિટલ જામખંભાળિયા (૧૦૦ બેડ), ગીરસોમનાથ-આદિત્યા બિરલા હોસ્પિટલ વેરાવલ (૧૦૦ બેડ), અને અંબુજા હોસ્પિટલ કોડીનાર (૧૦૦ બેડ), જુનાગઢ-કલ્પ હોસ્પિટલ (૨૦૦ બેડ), પોરબંદર-શ્રી મોરારજી ખેરાજ ઠકરાર હોસ્પિટલ (૧૨૦ બેડ), મોરબી-ક્રિષ્ણા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ (૧૦૨ બેડ), કચ્છ-સ્ટેર્લીંગ રામક્રિષ્ણા સ્પેશ્યાલીટી હોસ્પિટલ ગાંધીધામ (૧૦૨ બેડ), હરિઓમ હોસ્પિટલ ગાંધીધામ (૧૦૦ બેડ), વાયેબલ હોસ્પિટલ ભૂજ (૧૦૦ બેડ), ભાવનગર-એચ.સી.જી હોસ્પિટલ (૧૦૦ બેડ) એમ કુલ ૪૦૬૪ની બેડ ક્ષમતા ધરાવતી હોસ્પિટલો કાર્યરત થઇ છે.