ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 ફેબ્રુઆરી 2021 (09:11 IST)

કોરોનાને લઇને મહત્વના નિર્ણય: રાજ્યોના 4 મહાનગરોમાં રાત્રી કરર્ફ્યુ લંબાવાયો

રાજયમા કોરોનાના વધતા જતા કેસોને નિયંત્રણમા લેવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે સંક્રભણ ને રોકવા માપે રાજ્યના ચાર મહાનગરપાલીકામાં કેસોમાં વધારો ધ્યાને લેતા રાત્રી કરફ્યુ ૧૫ દિવસ માટે લંબાવવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે. 
 
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષે યોજાયેલ કોર કમિટીની બેઠકમાં લેવાયેલ મહત્વના નિર્ણયોની વિગતો આપતા રાજયના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યુ હતું કે, કોરોનાના સંક્રમણ ને રોકવા માટે રાજયમાં સર્વેલંસ અને ધનવંતરી રથ ની કામગીરી સધન બનાવવમાં આવશે. 
 
આ અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને વધી રહેલ સંક્રમણ માટે મુખ્ય મંત્રી દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી. કોરોના સંક્રમણ અટકાવવા ધનિષ્ટ સર્વેલંસ કામગીરી તેમજ બોર્ડર એરીયા પર સ્ક્રીનીગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.તેમજ કોવિડ વેક્સીનેશન કામગીરીની સમીક્ષા કરી વેક્સીનેશન ઝડપથી પુર્ણ થાય તે અંગે સુચનાઓ આપવામા આવી છે.  
 
ડો. જયંતી રવિ એ ઉમેર્યુ કે,મુખ્યમંત્રી દ્વારા કોર કમીટીના સભ્યો સાથે કોરોના કેસોની જિલ્લા/કોર્પોરેશન વાઇઝ સમીક્ષા કરવામાં આવી  અને ચાર મહાનગર પાલીકા વિસ્તારોમાં કેસો વધતા રાત્રી કર્ફ્યુ ૧૫ દિવસ લંબાવવા અંગે નો નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ આ  બેઠકમાં કોવિડ-૧૯ રસીકરણ, ફેઝ-૨ માટેની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્ય કક્ષાએ ૧૦૪ કોરોના સંક્રમણ તેમજ કોવિડ-૧૯ રસીકરણ કોલ સેન્ટર તથા તમામ જિલ્લા/કોર્પોરેશનમાં રસીકરણ માટે કોલ સેન્ટર દ્વારા થયેલ કામગીરીની સમીક્ષા કરીને કામગીરી વધુ સઘન કરવા પણ સૂચનાઓ આપી હતી. 
 
તેમણે ઉમેર્યુ કે,રાજયના નાગરિકોને કોવિડ-૧૯ રસી અંગે અને રસીકરણ બાદની આડ અસર અંગે મુંઝવતા પ્રશ્નો વિશે લોકોને સમયાંતરે નિષ્ણાંતો દ્વારા માહિતગાર કરવા અને આરોગ્ય વિભાગને કાર્યક્રમના સફળ આયોજન માટે માર્ગદર્શન આપવા નિષ્ણાંતો સાથે ચર્ચા કરી સઘન કામગીરી કરવા મુખ્યમંત્રી શ્રી ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. 
 
તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારશ્ દ્વારાકોવિડ-૧૯ ના રસીકરણ પ્રથમ તબક્કામાં  આજ દિન સુધી ૪.૮૨ લાખ હેલ્થ કેર વર્કર પૈકી કુલ ૪.૦૭ લાખ (૮૪%)થી વધુ અને ૫.૪૧ લાખથી ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૪.૧૪ લાખ (૭૭%)થી વધુને કોવિડ-૧૯ની રસીનો પ્રથમ ડોઝ જ્યારે ૧.૬૪ લાખ બીજા ડોઝને પાત્ર હેલ્થ કેર વર્કર પૈકી ૧.૨૩ લાખ (૭૬%)ને બીજો ડોઝ, આપી દેવામાં આવેલ છે. ભારત સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ રસી આપવા બાબતે ગુજરાત સમગ્ર દેશમાં પ્રતિ ૧૦ લાખ વસ્તીની સામે ગુજરાત પ્રથમ ક્રમે છે. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પૂણે દ્વારા કોવિડ-૧૯ની રસી કોવિશિલ્ડના ૧૫.૭૦ લાખ જેટલા ડોઝ, જ્યારે ભારત બાયોટેકની કોવેક્સિન રસીના ૪.૮૬ લાખ જેટલા ડોઝ પ્રાપ્ત થયા છે. 
 
તેમણે ઉમેર્યુ કે,કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ સુચના મુજબ આગામી તા. ૧લી માર્ચ, ૨૦૨૧ના રોજ થી ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા (તા. ૦૧.૦૧.૨૦૨૨ સ્થિતિએ) તથા ૪૫થી ૫૯ વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા (ઉંમર-૦૧.૦૧.૨૦૨૨ સ્થિતિએ અને બીમારી અંગેનું રજીસ્ટર્ડ મેડીકલ પ્રેક્ટીસનર નું પ્રમાણપત્ર) નાગરિકોને રસી આપવામાં આવશે. તબક્કાવાર સરકારી દવાખાના, CGHS તથા PMJAY/MA yojana અંતર્ગતની ખાનગી હોસ્પિટલોમાં રસી આપવામાં આવશે. સરકારી દવાખાનામાં રસી વિનામુલ્યે આપવામાં આવશે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં રૂ. ૧૦૦/- વહીવટી ખર્ચ અને ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવનાર રસીની કિંમત લાભાર્થી પાસેથી લેવામાં આવશે. 
 
ડો. જયંતિ રવિએ કહ્યુ કે, બીજા તબક્કાના આ રસીકરણ અભિયાન માટે શરૂઆતના તબક્કે અંદાજીત ૫૦૦ જેટલા સેન્ટર (સરકારી+ખાનગી) દ્વારા રસીકરણ કામગીરી કરવામાં આવશે. ત્યારબાદ ક્રમશ: તેમાં વધારો કરવામાં આવશે..રસી માટે લાયક લાભાર્થી કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લીકેશનમાં ઓનલાઇન સજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઇ શકશે અથવા રસીકરણના સ્થળ પર જઇને નોંધણી કરાવી રસી લઇ શકશે. 
 
નોંધણી માટે આધાર કાર્ડ અને જો આધાર કાર્ડ ઉપલબ્ધ ના હોય તો નિયત કરેલ ઓળખ કાર્ડ પૈકી કોઇપણ એક ઓળખ કાર્ડ તથા ૪૫-૫૯ વર્ષના કોમોર્બીડ સ્થિતી લાભાર્થી ને રજીસ્ટર્ડ મેડીકલ પ્રેક્ટીસનર નું પ્રમાણપત્ર ફરજીયાત રજુ કરવાનું રહેશે.  તમામ રસી લીધેલ લાભાર્થીઓને રસીકરણ થવા બાબતનું પ્રમાણપત્ર જે-તે રસીકરણના સ્થળેથી આપવામાં આવશે.