ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 એપ્રિલ 2021 (10:17 IST)

જુનાગઢ શહેરમા રાત્રી કરફ્યુ - કોવિડ 19 ના સંક્રમણને અટકાવવા 30 એપ્રિલ સુધી સતત ચાલુ રાખવામાં આવશે

હાલમાં કોરોના વાયરસ કોવિડ 19 ના સંક્રમણને અટકાવવા માટે સરકારશ્રીની ગાઈડ લાઇન મુજબ જૂનાગઢ કલેકટરશ્રી સૌરભ પારઘી દ્વારા જાહેરનામું બહાર પાડી રાત્રીના કલાક 8.00 વાગ્યાથી સવારના કલાક 6.00 વાગ્યા સુધી જુનાગઢ શહેરમા રાત્રી કરફ્યુ રાખવામાં આવેલ હોઈ, જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર, જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ શહેર ખાતે રાત્રી કરફ્યુ ના અમલ કરાવવા માટે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, એ ડિવિઝન પીઆઇ આર.જી.ચૌધરી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી. સોલંકી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઇ જે.એમ.વાળા, ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ આર.કે.ગોહિલ, પીએસઆઇ ડી.જી.બડવા, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે.બોદર, કે.એસ.ડાંગર, એ.કે.પરમાર, વી.આર.ચાવડા, તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ કે.કે.મારું સહિતના અધિકારીઓ તથા વિશાળ પોલીસ કાફલાનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના એ, બી, સી ડિવિઝન, ભવનાથ તથા તાલુકા પોલીસ સ્ટેશન સહિત સમગ્ર જૂનાગઢ શહેર વિસ્તારમાં આઝાદ ચોક, દીવાન ચોક, કાળવા ચોક, ગાંધી ચોક, ચિતા ખાના ચોક, સુખનાથ ચોક, મધુરમ, ઝાંઝરડા રોડ, દોલતપરા, બીલખા રોડ, દાતાર રોડ, ભવનાથ વિસ્તાર, મજેવડી ગેઇટ સહિતના અગત્યના પોઇન્ટ ઉપર ચેકીંગ હાથ ધરવામાં આવશે. ઉપરાંત, જૂનાગઢ શહેરના પ્રવેશવાના રોડના નાકા, જેવાકે, સાબલપુર ચોકડી, બીલખા રોડ, મધુરમ ચોકડી, ઝાંઝરડા ચોકડી, ચોબારી ફાટક, ખાલીલપુર ચોકડી, ખામ ધ્રોલ રોડ, સહિતના નાકા ઉપર પણ ખાસ ચેકીંગ હાથ ધરવામાં આવશે. વધુમાં, શહેર વિસ્તારમાં તમામ વિસ્તારને આવરી લઈને 10 જેટલી પોલીસ મોબાઈલ દ્વારા મોબાઈલ પેટ્રોલિંગ પણ સઘન બનાવવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ પેરોલ ફર્લો સ્ક્વોડની કુલ પાંચ ટીમ દ્વારા પણ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવશે. રાત્રી કરફ્યુ ના અમલ માટે કુલ 01 ડીવાયએસપી, 03 પો.ઇન્સ., 12 જેટલા પીએસઆઇ, 170 જેટલા પોલીસ જવાનો તથા રિકરૂટ, હોમગાર્ડ સહિત આશરે 200 પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. રાત્રીના કરફ્યુ ભંગ કરતા ઈસમો ઉપર જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી, ગુન્હાઓ નોંધવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. છેલ્લા ત્રણ દિવસમાં કુલ આશરે 65 જેટલા ઈસમો વિરુદ્ધ જાહેરનામા ભંગના ગુન્હાઓ નોંધી, ધરપકડ કરવામાં આવેલ છે.
 
 આમ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જુનાવઢ શહેરમાં રાત્રી કરફ્યુના અમલ કરાવવા જડબેસલાક બંદોબસ્ત ગોઠવી, કડક હાથે કામ લેવા આયોજન કરવામાં આવેલ હોઈ, લોકોના સ્વાસ્થ્ય અંગે રાત્રી કરફ્યુ જરૂરી હોઈ, લોકોને રાત્રી દરમિયાન પોત પોતાના ઘરમાં જ રહેવા અને કરફ્યુ ભંગ કરી, કાયદાકીય કાર્યવાહીથી બચવા, જૂનાગઢ પોલીસ તરફથી વિનંતી કરવામાં આવેલ છે. આ કાર્યવાહી સરકારશ્રીની ગાઈડ લાઇન મુજબ 30 એપ્રિલ સુધી સતત ચાલુ રાખવામાં આવશે