શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 ડિસેમ્બર 2021 (08:10 IST)

રાજકોટમાં ઓમીક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ નોંધાયો, આર.કે. યુનિવર્સિટીના ટાન્ઝાનિયાથી પરત ફરેલા ૨૩ વર્ષના યુવકને ઓમિક્રોન પોઝિટિવ

રાજકોટ જિલ્લા કલેકટરે અરુણ મહેશ બાબુએ આજે રાજકોટ ખાતે ઓમીક્રોન વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હોવાની વાતને સત્તાવાર પુષ્ટિ આપતા જણાવ્યું હતું કે આર. કે. યુનિવર્સિટીના ટાન્ઝાનિયાથી પરત ફરેલા ૨૩ વર્ષના યુવકને ઓમીક્રોન ડિટેક્ટ થયો છે.
     
આ અંગેની વિગતો આપતા જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે આર. કે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ૨૩ વર્ષના યુવકને ઓમીક્રોન વાઇરસના શંકાસ્પદ લક્ષણો જણાતા છેલ્લા ત્રણ દિવસથી તેમને પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે નિરીક્ષણ હેઠળ રખાયા હતા. અને તેમનું સેમ્પલ લઈને વધુ તપાસ અર્થે ગાંધીનગર મોકલવામાં આવતાં આજ રોજ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ટાન્ઝાનિયાના આ યુવકની રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. રાજકોટના નાગરિકોને કોરોનાથી બચાવ માટે સાવચેતીના પૂરતા પગલાં લેવા જિલ્લા કલેકટરે અનુરોધ કર્યો છે.