શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 ઑક્ટોબર 2019 (13:10 IST)

ઓનલાઇન નોકરીમાં અમદાવાદની યુવતી સાથે 1 લાખ રૂપિયાની થઇ છેતરપિંડી

શહેરના સૈજપુરમાં રહેતી એક યુવતીને અમદાવાદ એરપોર્ટમાં ચેકિંગ સુપરવાઈઝરની નોકરી આપવાના બહાને અલગ અલગ મોબાઇલ નંબરો પરથી ફોન કરનારા લોકોએ તેની પાસે વિવિધ ચાર્જીસના નામે કુલ રૂ.1.16 લાખ ભરાવડાવી નોકરી નહીં આપતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવાઈ છે.  પ્રાપ્ત વિગતો પ્રમાણે સૈજપુરમાં મારવાડીની ચાલીમાં રહેતી નેહા સંજયભાઈ વિશ્વકર્મા નોકરીની શોધમાં હતી. જે દરમિયાન ઈન્ટરનેટ પર તેણે એક જાહેરાત જોઈ જેમાં અમદાવાદ એરપોર્ટ પર ચેકિંગ સુપરવાઈઝરની જગ્યા પર ભરતી કરવાની હતી. નેહાએ જાહેરાતમાં આપેલા નંબરો પર સંપર્ક કર્યો હતો. સામે છેડેથી પુરુષે વાત કરી અને નોકરી અપાવવાની બાંહેધરી આપી હતી. ગત જુલાઈથી ઓગસ્ટ મહિના દરમિયાન તેની સિકયોરિટી ચાર્જીસ અને અન્ય ચાર્જીસના નામે અલગ અલગ બેંક એકાઉન્ટ નંબરો આપી તેમાં કુલ રૂ.1,16,500 રૂપિયા ભરાવ્યા હતા. રુપિયા ભરાવ્યાં બાદ નેહાએ માંગતા તેમણે જોઇનિંગ લેટર પણ આપ્યો હતો. જે લઇને તે અમદાવાદ એરપોર્ટ પર ગઇ હતી. નેહાએ ત્યાં તપાસ કરતા જાણ થઇ હતી કે આવી કોઇ જ જાહેરાત અહીંથી કરવામાં આવી નથી. જે બાદ તેણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. હાલ આ કેસમાં તપાસ ચાલી રહી છે.