શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 29 ડિસેમ્બર 2020 (17:08 IST)

ઓનલાઇન મેડિકલ એજ્યુકેશન સ્ટાર્ટ-અપે GSEAનો સ્ટેટ રાઉન્ડ જીત્યો

દેશના ઉભરી રહેલા ઉદ્યમીઓને ઓળખી કાઢવાના, તેમને સમર્થન પૂરું પાડવાના અને પ્રોત્સાહન આપવાના મિશનને આગળ વધારતા આંત્રપ્રેન્યોર્સ ઓર્ગેનાઇઝેશન (EO)એ શનિવારે વર્ષ 2020-21 માટેના EO ગ્લોબલ સ્ટુડેન્ટ્સ આંત્રપ્રેન્યોર્સ એવોર્ડ્સ (GSEA)ના સ્ટેટ રાઉન્ડના વિજેતાઓની જાહેરાત કરી હતી. ઓનલાઇન મેડિકલ એજ્યુકેશન પ્લેટફૉર્મ મેડગુરુના સ્થાપક ત્રિશલા પંજાબીએ GSEAનો ફાઇનલ રાઉન્ડ (ગુજરાત) જીતી લીધો હતો. 
 
આ સ્પર્ધા પોતાનો બિઝનેસ ધરાવતા હોય કે તેનું સંચાલન કરતાં હોય કરતાં હોય તેવા યુનિવર્સિટી અને કૉલેજના વિદ્યાર્થીઓ માટેની એક પ્રમુખ વૈશ્વિક સ્પર્ધા છે. પ્રતિષ્ઠિત જજની પેનલ દ્વારા શનિવારના રોજ અમદાવાદમાં યોજાયેલા ફાઇનલ રાઉન્ડ માટે પસંદ કરવામાં આવેલા છ વિદ્યાર્થી ઉદ્યમીઓમાંથી વિજેતા ટીમની પસંદગી કરવામાં આવી હતી.
 
મેડગુરુ એ એક ઓનલાઇન મેડિકલ એજ્યુકેશન પ્લેટફૉર્મ છે, જે મેડિકલના વિદ્યાર્થીઓ તથા ડેન્ટલ સ્ટડીઝ અને ફીઝિયોથેરાપી જેવા સંલગ્ન ક્ષેત્રના વિદ્યાર્થીઓને વીડિયો લેક્ચર, એનિમેટેડ એજ્યુકેશન મોડ્યૂલ્સ પૂરાં પાડે છે. આ પ્લેટફૉર્મ પર પૂણે સ્થિત AFMCના ટોચના ફેકલ્ટી મેમ્બરોને આમંત્રિત કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલાં રીવિઝન કરી શકે તે માટેના ‘ક્રેશ કૉર્સ’ પણ પૂરાં પાડે છે.
 
વિજેતા ટીમ હવે 12 અને 13મી ફેબ્રુઆરીના રોજ યોજનારા નેશનલ લેવલના રાઉન્ડમાં સ્પર્ધામાં ઉતરશે. જિગર શાહ અને ડૉ. રાકેશ રાવલની સાથે જતિન ત્રિવેદી શનિવારના રોજ યોજાયેલા ફાઇનલ રાઉન્ડના જજ હતા. ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રેન્યોરશિપ કાઉન્સિલ (GUSEC) તથા ઇન્ડસ્ટ્રી પાર્ટનર તરીકે ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી) દ્વારા આ પહેલને સમર્થન પૂરું પાડવામાં આવ્યું હતું.
 
GSEAના ચેરપર્સન પ્રિયાંશી પટેલે જણાવ્યું હતું કે, ‘અમને સમગ્ર રાજ્યમાંથી અરજીઓ પ્રાપ્ત થઈ હતી અને ફાઇનલ રાઉન્ડ માટે અમે છ વિદ્યાર્થી ઉદ્યમીઓને પસંદ કર્યા હતાં. ગુજરાત સદીઓથી ઉદ્યોગસાહસિક ભાવના ધરાવે છે. GSEA એવોર્ડ્સમાં ભાગ લેનારી ટીમના પ્રત્યેક સભ્યો દ્વારા કરવામાં આવેલા નવીનીકરણો અને પ્રયાસો આ ભાવનાની સાક્ષી પૂરે છે તથા ચુતરાઇભર્યા વ્યાપારની આ કુશળતા આગામી દિવસોમાં વધુને વધુ વિકસશે તેની પુષ્ટી કરે છે.’
 
તેમણે આગળ જણાવ્યું હતું કે, ‘EOનું ગુજરાત ચેપ્ટર સભ્ય તરીકે 77 જેટલા ઉદ્યાગસાહસિકો ધરાવે છે અને તેમના જીવનસાથીઓ ભેગા મળીને કુલ 140 લોકોને પરિવાર થવા જાય છે, જેઓ ફાર્માસ્યુટિકલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓટોમોબાઇલ, ફાઇનાન્શિયલ સર્વિસિઝ, કન્સ્ટ્રક્શન અને મેન્યુફેક્ચરિંગ જેવા ઔદ્યોગિક ક્ષેત્રોમાંથી આવે છે. EO GSEA મારફતે અમારો ઉદ્દેશ્ય માર્ગદર્શન, ઓળખ અને જોડાણો થકી વિદ્યાર્થી ઉદ્યમીઓના વ્યવસાયોને સફળતાના નવા શિખરે લઈ જવાનો છે.’આ સ્પર્ધાના ભાગરૂપે સ્પર્ધકો GSEAની ફાઇનલમાં સ્થાન હાંસલ કરવા સ્થાનિક અને/અથવા રાષ્ટ્રીય સ્પર્ધાઓની શ્રેણીમાં સમગ્ર વિશ્વમાંથી ભાગ લેનારા તેમના સાથીઓની સામે સ્પર્ધામાં ઉતર્યા હતા.
 
હાર્ડવેર અને સોફ્ટવેર આધારિત ટેકનોલોજી પર કામ કરનારા GUSECના સમર્થનથી શરૂ થયેલા સ્ટાર્ટ-અપ ‘થિંગફાઇન્ડર’નું સંચાલન કરનારા 16 વર્ષના આભાસ સેનાપતિ GSEA એવોર્ડ્સમાં ફર્સ્ટ રનર અપ તરીકે ઉભરી આવ્યાં હતા. આયાતકારો અને નિકાસકારો માટેની ઓપરેટિંગ સિસ્ટમ ડોકોહોલિકના સ્થાપક વેદાંત માંકડ સેકન્ડ રનર-અપ બન્યાં હતા. ઉલ્લેખનીય છે કે, ડોકોહોલિક, શિપમેન્ટ પહેલાંની અને પછીની દસ્તાવેજીકરણની સમગ્ર પ્રક્રિયાને સ્વચાલિત બનાવીને એકથી વધુ એક્ઝિમ દસ્તાવેજોની રચના કરવામાં મદદરૂપ થાય છે.