બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 5 જૂન 2021 (18:42 IST)

ઓનલાઈન ફોન મગાવતા બોક્સમાંથી સાબુ નીકળ્યો

અમદાવાદમાં ઓનલાઈન ફોન મગાવતા બોક્સમાંથી સાબુ નીકળ્યો, ફોન મેળવવા યુવકની કંપનીમાં ફરિયાદ
ઓનલાઈન શોપિંગ કરવાના વધતા જતા ટ્રેન્ડનો અમુકવાર ગઠિયા લાભ ઉપાડી છેતરપિંડી આચરતા હોય છે. આવું જ કંઈક શહેરના એક યુવાન સાથે થયું છે. યુવાને ઓનલાઈન ફોન મંગાવતા તેને ફોનના બદલે ડિટરજન્ટ સાબુની ગોટી મોકલી છેતરપિંડી કરાઈ હતી. આ મામલે યુવકે ઓનલાઈન સામાન મોકલનારી કંપનીને ફરિયાદ કરી ફોન આપવાની ફરિયાદ કરી છે.

અભિષેક વ્યાસ ફોન ખરીદવાનો હોઈ તેણે ઓનલાઈન શોપિંગ મારફતે હોમ ડિલિવરી આપતી પ્રખ્યાત કંપની મારફતે ફોન ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો. આ પેટે તેણે પૈસાની ચુકવણી કરતા તેને થોડા દિવસોમાં ઘરના સરનામે ફોનની ડિલિવરી મળી જશે તેવો મેસેજ પણ કરાયો હતો. ડિલિવરીમેન એક બોકસ આપી ગયો હતો જે ફોનના બોકસ જેવો જ હતો. અભિષેકે બોકસ ખોલતા તેમાંથી ફોનના બદલે ડિટરજન્ટ સાબુની ગોટી નીકળી હતી. અભિષેક વ્યાસે ઓનલાઈન શોપિંગ ડિલિવરી કરતી કંપનીને ફરિયાદ કરી છે.